Ahmedabad News: નવરાત્રિના પ્રથમ નોરતે AMC ફૂડ વિભાગની એક્શન, 15 ગરબા આયોજનોના 148 ફૂડ સ્ટોલ્સ પર ચેકિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેલૈયાઓના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ અને હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે. ગત રાત્રીએ નવરાત્રિના પ્રથમ નોરતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં યોજાયેલા 15 ગરબા આયોજનો પર દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલ 148 ફૂડ સ્ટોલ્સની સઘન ચકાસણી કરવામાં આવી હતી.
41 સ્ટોલ્સનું સ્થળ પર રજિસ્ટ્રેશન અને નમૂનાઓની ચકાસણી
ચેકિંગ અભિયાન દરમિયાન અધિકારીઓએ નિયમોનું પાલન કરાવતા સ્થળ પર જ 41 ફૂડ સ્ટોલ્સનું રજિસ્ટ્રેશન કર્યું હતું. આ સાથે જ ફૂડ સેફ્ટીના ભાગરૂપે ખાધ્ય પદાર્થોના કુલ 41 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 35 ખાદ્ય પદાર્થોના સ્થળ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાહતની વાત એ રહી કે પ્રાથમિક તપાસમાં તમામ ચકાસેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત ગુણવત્તા અને માપદંડ મુજબના જ જણાઈ આવ્યા હતા. AMC દ્વારા તમામ ગરબા આયોજકો અને સ્ટોલ ધારકોને ખાદ્ય સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

ગરબા આયોજનો માટે ફાયર NOC ની સ્થિતિ
અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે AMC દ્વારા ફાયર વિભાગની મંજૂરીઓની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ગરબાના આયોજનો માટે ફાયર NOC મેળવવા માટે કુલ 106 અરજીઓ મળી હતી. જેમાંથી તંત્ર દ્વારા કાળજીપૂર્વક ચકાસણી કરીને 56 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે 4 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા માપદંડો પૂર્ણ ન થવા કે અન્ય ખામીઓના કારણે 6 અરજીઓ પરત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad : BZ ગ્રુપ કૌભાંડ: ક્રિકેટરોના રોકાણ મામલે હાઇકોર્ટમાં અરજી, સરકાર અને CID ક્રાઇમને નોટિસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

