Ahmedabad News: દેવધોલેરા ગામે અકસ્માત, ડમ્પર અને બાઈક ટક્કરાતા યુવકનું મોત, રોષે ભરાયેલા ટોળાએ 3 ડમ્પર સળગાવ્યા

Oct 30, 2026 - 02:00
Ahmedabad News: દેવધોલેરા ગામે અકસ્માત, ડમ્પર અને બાઈક ટક્કરાતા યુવકનું મોત, રોષે ભરાયેલા ટોળાએ 3 ડમ્પર સળગાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવધોલેરા ગામે કન્સવિલા પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં દેવધોલેરા ગામના રહેવાસી પ્રવીણભાઈ જીવણભાઈ મકવાણા નામના યુવકનું ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યું છે, જેને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રોષે ભરાયેલા ટોળા દ્વારા 3 ડમ્પર આગના હવાલે

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અકસ્માતથી ગુસ્સે ભરાયેલા ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉતરીને અંદાજે 8 થી 10 ડમ્પરને રોકીને ભારે તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, રોષે ભરાયેલા લોકોએ રોડ પર જ 3 ડમ્પરોને સળગાવી દીધા હતા, જેના કારણે વાહનોમાંથી ઊંચી-ઊંચી આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.

કેરાળા-નળસરોવર રોડ પર સંપૂર્ણ વાહનવ્યવહાર ઠપ

આ અકસ્માત અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસાને કારણે કેરાળા-નળસરોવર રોડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જવાથી હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

Ahmedabad News: Bavla Road Accident: Youth Dead, 3 Dumpers Catch Fire After Collision

પોલીસ કાફલો અને ફાયર ફાઇટર દ્વારા સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોળકા DySP સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, સળગતા ડમ્પર પરની આગને કાબૂમાં લેવા માટે ખાનગી ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે.

ખાણ ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે રવાના

બનાવની ગંભીરતાને જોઈને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અનિયમિત અને બેફામ દોડતા ડમ્પરોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તથા સમગ્ર માની તપાસ હાથ ધરવા માટે ખાણ ખનીજ વિભાગની વિશેષ ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ ચૂકી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



આ પણ વાંચો: Ahmedabad News: સેલ, સેલ, સાવધાન! દિવાળીમાં સસ્તાની લ્હાયમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0