Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સંપન્ન, UG અને PGમાં મળીને 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો...

Oct 13, 2026 - 12:30
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સંપન્ન, UG અને PGમાં મળીને 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત અને સંલગ્ન કૉલેજોમાં ચાલતી વ્યાપક પ્રવેશ પ્રક્રિયા હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચૂકી છે. યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે યુજી (UG) અને પીજી (PG) ના વિવિધ અભ્યાસક્રમો મળીને કુલ 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. લાંબી કવાયત અને ચરણબદ્ધ રાઉન્ડ બાદ યુનિવર્સિટીમાં પ્રવેશનો આંકડો આ સપાટીએ પહોંચ્યો છે.

PG કોર્ષોમાં 19 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, અંડરગ્રેજ્યુએટ (UG) કોર્ષો માટે કુલ ચાર રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોમર્સ, આર્ટ્સ સહિતના મુખ્ય પ્રવાહોની 65 હજારથી વધુ બેઠકોમાંથી 57,075 બેઠકો ઉપર જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે બીજી તરફ, માસ્ટર ઓફ આર્ટ્સ (M.A), એમસીએ (MCA) સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્ષોમાં અંદાજે 19 હજાર બેઠકો ભરાઈ હોવાનું સામે આવ્યું છે.

પાંચ મહિના બાદ પણ અનેક બેઠકો ખાલી રહેવાની સ્થિતિ અકબંધ

ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક સત્ર શરૂ થયાના પૂરા પાંચ મહિના વીતી જવા છતાં ગુજરાત યુનિવર્સિટીની કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બેઠકો ખાલી રહેવાની સ્થિતિ યથાવત રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી બધી બેઠકો પર વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન મળવાને કારણે બેઠકો ખાલી રહી ગઈ છે, જેના કારણે યુનિવર્સિટી તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા હવે પૂર્ણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : Panchmahal News : પાવાગઢમાં આસો નવરાત્રિનો ભારે ઉત્સાહ, ત્રીજા નોરતે મા કાલીના દર્શને ઉમટ્યું ભક્તોનું મહેરામણ...


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0