Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વધુ એક મોટા વિવાદમાં સપડાયા, જાણો શું છે સમગ્ર મામલો...

Oct 30, 2026 - 14:30
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વધુ એક મોટા વિવાદમાં સપડાયા, જાણો શું છે સમગ્ર મામલો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત યુનિવર્સિટીમાંથી એક પછી એક ચોંકાવનારા કૌભાંડો અને વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ની વિદેશ અને દેશની મુસાફરીઓને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2025-26 ના સમયગાળા દરમિયાન પૂર્વ કુલપતિના પ્રવાસો પાછળ રૂ. 28 લાખથી વધુની મસમોટી રકમ નાં બિલ પાસ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાના નિયમો હોવા છતાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાના દાવાઓ પણ કરવામાં આવ્યા છે, જેના કારણે સરકારી ગ્રાન્ટના નાણાંના દુરુપયોગ સામે મોટા સવાલો ઊભા થયા છે.

શિક્ષણ વિભાગની મનાઈ છતાં જાપાન અને બેંગકોક પ્રવાસનો ખર્ચ યુનિવર્સિટીએ ભોગવ્યો

વિવાદનું મુખ્ય કેન્દ્ર બનેલા આ પ્રવાસોમાં શિક્ષણ વિભાગના ઉપસચિવે જાપાન પ્રવાસની મંજૂરી આપતી વખતે સ્પષ્ટ નોંધ્યું હતું કે આ પ્રવાસનો ખર્ચ સરકાર કે યુનિવર્સિટી દ્વારા ભોગવવામાં આવશે નહીં. તેમ છતાં, જાન્યુઆરી 2026 માં નીરજા ગુપ્તાના જાપાન પ્રવાસ પાછળ રૂ. 14 લાખ નો ખર્ચ યુનિવર્સિટીની GUPIER સંસ્થામાંથી કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પૂર્વ કુલપતિ સાથે તેમના મળતિયાઓ અને પી.જમનાદાસ કંપનીના ધવલ શાહ તેમજ બ્લેકલિસ્ટેડ ઓક્ટર્સ કંપનીના સમીર શુક્લા ને પણ પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. એપ્રિલ 2026 માં ધવલ શાહના બેંગકોક અને જાપાન પ્રવાસ માટે હવાઈ મુસાફરી, હોટેલ અને કેબના મળીને રૂ. 1.54 લાખ અને રૂ. 5.54 લાખ જેટલી માતબર રકમ SAP વિભાગમાંથી ચૂકવવામાં આવી હતી.

SAP એકાઉન્ટમાંથી બિલ પાસ કરાયા, માર્ચ 2026 માં બેંગ્લોર પ્રવાસનો ખર્ચ પણ યુનિ પર નાખ્યો

આ ગેરરીતિઓમાં નીરજા ગુપ્તા જે વિભાગોમાં વિશેષ પ્રભુત્વ ધરાવતા હતા, તે જ વિભાગોના SAP એકાઉન્ટમાંથી આ પ્રવાસોના બિલ ચૂકવવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો છે. માત્ર વિદેશ જ નહીં, પરંતુ માર્ચ 2026 માં નીરજા ગુપ્તા અને શ્રીકાંત કુમાર ના બેંગ્લોર પ્રવાસ પાછળ થયેલો રૂ. 1 લાખ 7 હજાર નો ખર્ચ પણ ગુજરાત યુનિવર્સિટીના શિરે નાખવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચનાઓ અને નિયમોને દરकिनાર કરીને પોતાના અંગત લોકો અને મળતિયાઓ સાથેના પ્રવાસોનો તમામ ખર્ચ યુનિવર્સિટીની તિજોરીમાંથી કરાવવાના આ પ્રકરણથી શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે અને જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Botadમાં મોટો અકસ્માત ટળ્યો, સાળંગપુર રોડ પર JCBથી ખોદકામ વખતે ગેસ લાઇન તૂટતા મચી અફરાતફરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0