Ahmedabad News : કોંગ્રેસમાં 53 વર્ષ સુધી સેવા આપનાર દીપક બાબરિયાનું અવસાન, રાજકીય બેડામાં શોકનું મોજું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા દીપક બાબરિયાનું અવસાન થતાં રાજકીય બેડામાં અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે. દીપક બાબરિયાએ પોતાના જીવનના 53 વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. વર્ષ 2020માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ શારીરિક અસ્વસ્થતાના કારણે સક્રિય રાજકારણથી દૂર રહેતા હતા. તેમના નિધનથી કોંગ્રેસે સંગઠનના એક નિષ્ઠાવાન અને અનુભવી શિલ્પી ગુમાવ્યા છે.
ઇન્ડસ્ટ્રીયલ યુનિયનથી ચર્ચામાં આવ્યા
દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિયનના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને કરી હતી. તેમની આક્રમક રજૂઆતોના કારણે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ હાઈલાઈટ થયા હતા. વર્ષ 1984માં તેમને સરખેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આખરી સમયે ટિકિટ કાપવામાં આવતાં તેમણે ઇલેક્ટિવ પોલિટિક્સ (ચૂંટણી રાજકારણ) નો હિસ્સો ન બનવાનો નિર્ણય કર્યો હતો અને પોતાનું સમગ્ર જીવન પક્ષના સંગઠનને મજબૂત કરવામાં સમર્પિત કરી દીધું હતું.
સ્વ. અહેમદ પટેલના નજીકના સહયોગી
દીપક બાબરિયા કોંગ્રેસના પ્રભાવશાળી નેતા સ્વ. અહેમદ પટેલના અત્યંત નજીકના અને વિશ્વસનીય નેતાઓ પૈકીના એક માનવામાં આવતા હતા. તેમની પાસે સંગઠનની બારીક સુઝબુઝ અને વ્યુહરચના બનાવવાની અદ્ભુત ક્ષમતા હતી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે જ્યારે તેમને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ હતી, ત્યારે તેમની સંગઠનાત્મક સુઝબુઝથી જ કોંગ્રેસે રાજ્યમાં કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. તેમના અવસાન અંગે કોંગ્રેસના તમામ નાના-મોટા નેતાઓએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
આ પણ વાંચો : Surat પોલીસની ગંભીર બેદરકારીથી ચોરીના કેસમાં બે આરોપી નિર્દોષ છૂટ્યા, કોર્ટે પોલીસનો લીધો ઉઘડો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

