Ahmedabad News : ઓક્સિજનનો અભાવ છતાં બાળક જીવતો બચ્યો! કેપ્ટન ઉમંગ જાનીએ કાબુલથી આવેલા બાળકની અનોખી કહાની વર્ણવી

Sep 23, 2025 - 16:00
Ahmedabad News : ઓક્સિજનનો અભાવ છતાં બાળક જીવતો બચ્યો! કેપ્ટન ઉમંગ જાનીએ કાબુલથી આવેલા બાળકની અનોખી કહાની વર્ણવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાબુલથી દિલ્હી આવતી ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને એક બાળક આશ્ચર્યજનક રીતે જીવતો પહોંચ્યો. આ ઘટનાએ ચોંકાવી દિશા છે. આ બાળક કઈ રીતે આ અશક્ય યાત્રા કરી શક્યો તે એક મોટો પ્રશ્ન છે. સામાન્ય રીતે, વિમાનના લેન્ડિંગ ગિયરમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે અને ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું થઇ જાય છે. આ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે જીવતું રહેવું લગભગ અશક્ય છે. આ બાબતે કેપ્ટન ઉમંગ જાનીએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે, આ એક ચમત્કારથી ઓછું નથી. આટલી ઊંચાઈ પર ઓક્સિજનની અછત અને અતિશય ઠંડીને કારણે કોઈ પણ વ્યક્તિ જીવી શકે નહીં.

કેપ્ટન ઉમંગ જાનીના માટે આ યાત્રા જીવલેણ છે...

કેપ્ટન ઉમંગ જાનીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે, "આવી હરકત કોઈએ ક્યારેય કરવી ન જોઈએ. લેન્ડિંગ ગિયર એ યાત્રા કરવા માટેનું સુરક્ષિત સ્થાન નથી. ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર એટલું ઘટી જાય છે કે, શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે. આ ઉપરાંત, તાપમાન શૂન્યથી પર નીચે જતું રહે છે જેના કારણે હાઈપોથર્મિયાનો ખતરો રહે છે. આવા સંજોગોમાં આ બાળકનું જીવતું રહેવું ખરેખર અદ્ભુત છે." તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓમાં જીવતા રહેવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.

આવી જોખમી હરકતથી બચવું જરૂરી

આ ઘટના પરથી એક વાત જાણવા મળે છે કે, આવી જોખમી યાત્રા કરવી એ જીવના જોખમથી ઓછું નથી. ભલે આ બાળક ચમત્કારિક રીતે બચી ગયો પરંતુ દરેક વખતે આવી રીતે નસીબ સાથ આપે તે જરૂરી નથી. આવી ઘટનાએ ભવિષ્યમાં ન બને તે માટે એરપોર્ટ અને ફ્લાઈટ સુરક્ષા વધુ કડક બનાવવાની જરૂર છે. આ ઉપરાંત, લોકોને પણ સમજાવવું પડશે કે આવી જોખમી હરકતોથી દૂર રહેવું જોઈએ. આ ઘટના એક ચેતવણીરૂપ છે જે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે મદદરૂપ થઇ શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0