Ahmedabad News: એલિસબ્રિજમાં ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરતી મહિલા ઝડપાઈ

Mar 31, 2026 - 01:31
Ahmedabad News: એલિસબ્રિજમાં ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરતી મહિલા ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઘરફોડ ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે એલિસબ્રિજ પોલીસે એક રીઢા મહિલા ચોરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ મહિલા રહેણાંક મકાનોમાં નજર ચૂકવીને પ્રવેશી જતી હતી અને મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ જતી હતી. પોલીસે બાતમીના આધારે આ મહિલાની અટકાયત કરી તેની પાસેથી ચોરીના પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે મહિલાને ઝડપી

એલિસબ્રિજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરમાંથી મોબાઈલ ગાયબ થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે એલિસબ્રિજ પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ મહિલા પોલીસના હાથે ઝડપાઈ હતી. મહિલાની સઘન પૂછપરછ અને જડતી લેતા તેની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની તે યોગ્ય જાણકારી આપી શકી નહોતી.

મહિલા પાસેથી પાંચ મોબાઈલ ફોન જપ્ત કરાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ મહિલા એકલી જ ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. તે રહેણાંક વિસ્તારોમાં રેકી કરતી અને જે ઘરનો દરવાજો ખુલ્લો હોય અથવા જ્યાં લોકોની અવરજવર ઓછી હોય ત્યાં ઘૂસી જઈ કિંમતી મોબાઈલ ચોરી લેતી હતી. એલિસબ્રિજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેણે આ પ્રકારની ચોરીઓ કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0