Ahmedabad News: આયોજનના અભાવે પશ્ચિમ વિસ્તારમાં બ્રિજના છેડા બોટલનેક બનશે, ભયંકર ટ્રાફિકજામ થવાની ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 185.12 કરોડના ખર્ચે પંચવટી તથા પાંજરાપોળ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.જે રકમમાંથી હાલ આ બે જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે.પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની કામગીરી 31 જાન્યુઆરી, 2027 અને પંચવટી ફ્લાયઓવર બ્રિજની કામગીરી 23 માર્ચ 2028ના રોજ પૂરી કરવાની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.આ બંને ફ્લાયઓવર બ્રિજ બન્યા પછી પણ આ બ્રિજ સાથે સંકળાયેલા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફ્કિ જામની સમસ્યા યથાવત રહેવાની ભીતિ છે.
રાહત મળશે તેવા કોઈ સંકેત હાલમાં જોવા મળતા નથી
શહેરમાં ખાસ કરીને નહેરુનગર સર્કલ અને પાંજરાપોળ જંકશન સહિતના વિસ્તારોમાં ટ્રાફ્કિ જામની અસર વધુ જોવા મળશે.લૉ-ગાર્ડનથી સી.એન. વિદ્યાલય અને પોલિટેકનિકથી આઈ.આઈ.એમ.રોડ ઉપર હાલમાં પંચવટી અને પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે પીક અવર્સ અને પીક અવર્સ સિવાયના સમયમાં પણ ટ્રાફ્કિ જામની સમસ્યા જોવા મળી રહી છે.આ બંને ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરી થયા પછી પણ ટ્રાફ્કિ સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળશે તેવા કોઈ સંકેત હાલમાં જોવા મળતા નથી.
આ ત્રણ મુખ્ય પોઈન્ટ પર ભયંકર જામ સર્જાશે?
આંબાવાડીમાં પંચવટી ફ્લાયઓવર બ્રિજનો એક છેડો સી.એન. વિદ્યાલયના ગેટ પાસે ઊતરશે, જ્યારે બીજી તરફ પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજનો એક છેડો સરકારી પોલિટેકનિકના ગેટ આગળ ઊતરશે.આ બે ફ્લાયઓવર બ્રિજના છેડા જ્યાં ઊતરશે તેની વચ્ચે પેટ્રોપંપની આગળ સી.એન.ત્રણ રસ્તા આવે છે,જ્યાં ભયાનક ટ્રાફિક જામ થશે.રસાલા ગાર્ડન ચાર રસ્તાની વાત કરીએ તો પંચવટી જંક્શનથી રસાલા તરફ આવતા રોડની વચ્ચે બી.આર.ટી.એસ.નું બસસ્ટોપ આવેલું છે. જોકે હવે પંચવટી ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને બ્રિજનો એક છેડો સ્કો રસાલા ગાર્ડન પહેલાં ઊતરશે.આ કારણથી રસાલા ગાર્ડન ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાશે. કેશવબાગ ચાર રસ્તાની વાત કરીએ તો 132 ફૂટ રિંગરોડ ઉપર અંધજન મંડળ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કારણે કેશવબાગ ચાર રસ્તાના બંને છેડા તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાશે.
આ પણ વાંચોઃ Veerana : રાતોરાત સ્ટાર બનીને ફિલ્મી દુનિયાને કહી દીધું અલવિદા! હવે ગુમનામીમાં કાપી રહી છે દિવસો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

