Ahmedabad News : અમદાવાદીઓ માટે વધુ એક નવુ નજરાણું ઉમેરાશે, રિવરફ્રન્ટ ખાતે નવો લીનીયર ગાર્ડન શહેરીજનો માટે મુકાશે ખુલ્લો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મૂકાશે, શહેરના ઇતિહાસ સાથે બાળકોને જુની કરન્સીનું જ્ઞાન ગાર્ડનની મુલાકાતમાં મળશે અને નવા વર્ષમાં શહેરીજનો માટે મુકાશે ખુલ્લો ગાર્ડન અને હવે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પણ લિનીયર ગાર્ડનમાં મળી રહેશે.
12 કરોડના ખર્ચે અમદાવાદનો ઈતિહાસ દર્શવાતું બનાવ્યું ગાર્ડન
સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુથી અને એલિસબ્રિજથી નહેરૂનગર વચ્ચે 1 કિમી લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, મહત્વની વાત તો એ છે કે, આ ગાર્ડનમાં મનોરંજની સાથે બાળકો અને શહેરીજનોને જ્ઞાન મળશે અને અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત આવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે, અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે.
આ ગાર્ડન યુએન મહેતા ફાઉન્ડેશન સાથે મળીને બનાવ્યો છે
આ ગાર્ડન યુએન મહેતા ફાઉન્ડેશન સાથે મળી 12 કરોડના ખર્ચે તૈયાર કરાઈ રહ્યો છે. તેમાં સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા, બાળકો માટે રમતનાં સાધનો હશે, શહેરના ઇતિહાસની ઝાંખી બતાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. 1960માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. 2005માં શરૂ થયું હતું. 2014 પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે-સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું.
What's Your Reaction?






