Ahmedabad News : અમદાવાદના શ્યામલ વિસ્તારમાં રફતારનો કહેર, બેફામ કારચાલકે અન્ય કારને ટક્કર મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં ફુલ સ્પીડમાં આવી રહેલી કારે અન્ય કારને ટક્કર મારતા કારને નુકસાન પહોંચ્યું છે, ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને કાર ચાલકને કારની બહાર કાઢયો હતો, કાર એટલી સ્પીડમાં હતી કે જો અન્ય વાહનો પણ રોડ પર જતા હોત તો તેને પણ અડફેટે લઈ લીધા હોત.
અમદાવાદમાં ફરી રફ્તારના રાક્ષસનો કહેર
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે, જેમાં શ્યામલમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકયા હતા, કારને પૂર ઝડપે હંકારી અન્ય કારને ટક્કર મારી હતી અને અકસ્માત થતા લોકોનું ટોળુ ભેગું થયું છે, બન્ને કારને આગળના એટલે કે બોનેટના ભાગે નુકસાન પહોંચ્યું છે, અને ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે પછી સમાધાન થયું છે, તેવી કોઈ માહિતી હાલમાં સામે આવી નથી.
અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે
અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી હોય છે, અન્યના જીવ જોખમમાં મૂકીને વાહનચાલકો વાહન ચલાવતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે, તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, ત્યારે લોકોના જીવને જોખમમાં મૂકો નહી અને વ્યવસ્થિત રીતે ડ્રાઈવિંગ કરો તે જરૂરી છે, કયારેક એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે જયારે સિગ્નલ પર સિગ્નલ ખુલે છે તો બંધ સિગ્નલ પર ઉભા રહેલા વાહનચાલકો વાહન હંકારી દે છે અને અકસ્માત થતા હોય છે.
સલામત ગુજરાતમાં ટુવ્હીલર પરની મુસાફરી વધુ અસલામત
સલામત ગુજરાતમાં ટુવ્હીલર પરની મુસાફરી વધુ અસલામત હોવાનું રોડ અકસ્માતમાં થયેલા મોતના આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આ આંકડાઓ પરથી ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ-રોંગ સાઈડ મુદ્દે પોલીસને કડકાઈ દાખવવા સૂચના આપ્યાનું જોવા મળી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના 2022ના રોડ અકસ્માતના આંકડા જોતા રાજયમાં 1007 મહિલા સહિત કુલ 7634ના લોકોના મોત થયા હતા. જેમાં 50 ટકાથી વધુ એટલે 3754 લોકો ટુવ્હીલર પર મુસાફરી દરમિયાન મોતને ભેટયા હતા. અકસ્માતના મોતના આંકડામાં રાજ્યના રસ્તાઓ પર પગપાળા પસાર થનાર 1365 લોકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
What's Your Reaction?






