Ahmedabad News: અન્વી અને સાનવી દેશવાલે જુનિયર નેશનલ્સ 2025માં પ્રભાવી પ્રદર્શન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રતિભા,દ્રઢ સંકલ્પ અને બહેનોના તાલમેલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી જોડિયા બહેનો અન્વી અને સાનવી દેશવાલે 3 થી 7 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં આયોજિત 51મી જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ 2025માં દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
4 જુનિયર નેશનલ રેકોર્ડ તોડ્યાં
ભેગા મળીને "ટ્વીન ટોર્પિડોઝ"એ 10 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 4 જુનિયર નેશનલ રેકોર્ડ તોડ્યાં છે, જેના પરિણામે મહારાષ્ટ્રને ગર્લ્સ ગ્રુપ IIના ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની મદદ મળી હતી.સામાન્ય રીતે કર્ણાટકના પ્રભુત્વ હેઠળની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગર્લ્સ ગ્રુપ IIમાં મહારાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે.
આ બંન્નેનું પ્રદર્શન પ્રેરણાદાયક હતું
જેનું નેતૃત્વ દેશવાલ જોડિયા બહેનોએ કર્યું હતું. આ બંન્નેનું પ્રદર્શન પ્રેરણાદાયક હતું. સાનવીએ બ્રેસ્ટસ્ટ્રોક અને મેડલે ઇવેન્ટ્સમાં પ્રભુત્વ મેળવ્યું હતું, જ્યારે અન્વીએ બેકસ્ટ્રોક અને ફ્રીસ્ટાઇલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે ત્રણ રિલે ગોલ્ડ મેડલ જીત્યા હતાં. આ નોંધપાત્ર સિદ્ધિ ફક્ત દેશવાલ જોડિયા બહેનો જ હાંસલ કરી શકી છે.
What's Your Reaction?






