Ahmedabad News: NDPS કેસમાં કોર્ટનો ચુકાદો, ડ્રગ્સ માફિયાને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ

Mar 7, 2026 - 19:00
Ahmedabad News: NDPS કેસમાં કોર્ટનો ચુકાદો, ડ્રગ્સ માફિયાને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નશાના કાળા કારોબાર સામે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ 2021માં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી ચીમન સોલંકીને કોર્ટે દોષિત જાહેર કરી 15 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, નશાના સોદાગરોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

શું હતી સમગ્ર ઘટના?

આ કેસની વિગતો મુજબ, 3 એપ્રિલ 2021ના રોજ અમદાવાદના નારોલ વિસ્તાર પાસેથી આરોપી ચીમન સોલંકીની નશાકારક પદાર્થો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ દિલીપ ઠાકોર દ્વારા કોર્ટમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

પુરાવા અને સાક્ષીઓના આધારે સજા

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે 15થી વધુ મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની મહત્વની જુબાનીઓ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સ જેવી બદી યુવા પેઢીને બરબાદ કરી રહી છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા દોષિતોને બક્ષી ન શકાય. કોર્ટે આરોપીને જેલની સજાની સાથે જો દંડ ન ભરે તો વધુ સજાની પણ જોગવાઈ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં, ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0