Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

May 21, 2026 - 16:30
Ahmedabad News: BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાણીપમાં આવેલા ડી-માર્ટ નજીક એક સ્પીડમાં આવી રહેલી BRTS બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

એક વ્યક્તિ ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ હૃદયદ્રાવક અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો

અકસ્માતને પગલે ડી-માર્ટની આસપાસનો રોડ લોકટોળાથી ઉભરાઈ ગયો હતો. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે રાણીપ વિસ્તારના આ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ટ્રાફિક હળવો કરવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ઘટના સ્થળે પહોંચી ગયો છે.


આ પણ વાંચો - Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0