Ahmedabad News: AMC દ્વારા શહેરમાં વધુ 19 આધુનિક પિંક ટોઇલેટનું નિર્માણ કરાશે

Nov 19, 2026 - 20:00
Ahmedabad News: AMC દ્વારા શહેરમાં વધુ 19 આધુનિક પિંક ટોઇલેટનું નિર્માણ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

19 નવેમ્બરે ઉજવાતાં વર્લ્ડ ટોઇલેટ ડે નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં મહિલાઓ માટે સ્વચ્છ,સુરક્ષિત અને આધુનિક જાહેર શૌચાલયની સુવિધા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વધુ 19 પિંક ટોઇલેટના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં અગાઉથી 16 પિંક ટોઇલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ તમામ 16 પિંક ટોઇલેટ હાલમાં કાર્યરત છે. હવે શહેરના વિવિધ ઝોનમાં અંદાજિત રૂ.5.77 કરોડના ખર્ચે નવા 19 પિંક ટોઇલેટનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ 19 પિંક ટોઇલેટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

pink

મંજૂર થયેલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે

આ અંતર્ગત દક્ષિણ ઝોનમાં લાંભા,વટવા,દાણીલીમડા અને ઇસનપુર ખાતે કુલ 4,ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા ખાતે 1,પશ્ચિમ ઝોનમાં સાબરમતી અને નવરંગપુરા ખાતે 2, ઉત્તર ઝોનમાં સૈજપુર,નરોડા,ઇન્ડિયા કોલોની,સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં કુલ 6,પૂર્વ ઝોનમાં અમરાઈવાડી, નિકોલ અને વસ્ત્રાલ ખાતે 3 તથા મધ્ય ઝોનમાં અસારવા,શાહપુર અને જમાલપુર ખાતે 3 પિંક ટોઇલેટ બનાવવાનું આયોજન છે.શહેરના તમામ ઝોનમાં તબક્કાવાર આ સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે.નવા પિંક ટોઇલેટના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂર થયેલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે.વર્ક ઓર્ડર મળ્યેથી એક વર્ષની અંદર પિંક ટોઇલેટનું બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે.નવા નિર્માણ પામનાર પિંક ટોઇલેટમાં સ્થળની ઉપલબ્ધ જગ્યા અને જરૂરિયાત મુજબ પૂરતી ટોઇલેટ સીટની વ્યવસ્થા કરવામાં આવશે.

toiltee

જરૂરી સહાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ માટે સુલભ ટોઇલેટ તેમજ જરૂરી સહાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.મહિલાઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક ટોઇલેટમાં બેબી ફીડિંગ રૂમ,બેબી ડાયપર ચેન્જિંગ રૂમ,સેનેટરી પેડ વેન્ડિંગ મશીન તેમજ વપરાયેલ સેનેટરી પેડના યોગ્ય નિકાલ માટે ઇન્સિનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.પિંક ટોઇલેટની સ્વચ્છતા,સુરક્ષા અને નિયમિત જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.ટોઇલેટની સફાઈ,પાણીની ઉપલબ્ધતા અને અન્ય સુવિધાઓની દેખરેખ માટે મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવશે,જેથી મહિલાઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.આ ઉપરાંત પિંક ટોઇલેટનું નિર્માણ કરનાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટરને જ બાંધકામની સાથે પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (O&M)ની જવાબદારી સોંપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Rajkot News: જસદણ તાલુકાના જંગવડ ગામે નજીવી બાબતે લીધું ઉગ્ર સ્વરૂપ, કુટુંબીજનો વચ્ચેની માથાકૂટમાં મહિલાની હત્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0