Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દરમ્યાનમાં કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ. સોજીત્રાએ કારણદર્શક નોટિસ કાઢીને આવતીકાલ તા.૫ના રોજ સુનાવણી રાખી છે. ઈડીની તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય ભાગ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સહિત અન્યોને મળતો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જમીન એન.એ. કરવા માટે ભાવો નક્કી કર્યા હતા
જેમાં પર સ્કવેર મીટર જમીન એન.એ. કરવા માટે રૂ.૧૦નો ભાવ ચાલતો હતો. ઈડીને મળેલી ૮૦૦ શીટોમાં રૂ.૧૦ કરોડની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જમીન બિનખેતી (એનએ) કરવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં લાંચના નાણાંની વહેંચણી વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની ૩ જાન્યુઆરીએ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા.
હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું કૌભાંડ
ઈડીને રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઈ સમળી આવતા જપ્ત કર્યા હતા. જેમાં પેન ડ્રાઈવમાં મહત્વની વિગતો મળી હોવાથી તેમને સાથે રાખીને તપાસ કરી હતી. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડ મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જેમાં આરોપીની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ કૌભાંડ CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી
આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. દરમ્યાનમાં પકડાયેલ કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેમાં પોતે નિર્દોષ છે, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તપાસમાં પુરો સહકાર આપ્યો હોવાથી જામીન મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે તપાસનીશ એજન્સીને નોટિસ કાઢીને આવતીકાલ તા.પના રોજ સુનાવણી માટે રાખી છે.
આ પણ વાંચો : Weather News : ગુજરાત વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ, બેવડી ઋતુનો માર સહન કરતા શહેરીજનો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

