Ahmedabad News: સરખેજમાં ધમધમતી હતી MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી, રેડમાં 130 કિલો કેમિકલ ઝડપાયું!

Nov 15, 2026 - 18:30
Ahmedabad News: સરખેજમાં ધમધમતી હતી MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી, રેડમાં 130 કિલો કેમિકલ ઝડપાયું!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગેરકાયદે કૃત્રિમ નશીલા પદાર્થોના ઉત્પાદન સામેની લડાઈમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરતાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાત પોલીસ સાથે સંયુક્ત કામગીરી હાથ ધરીને મેફેડ્રોન (MD) નામના પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થનું ગેરકાયદે ઉત્પાદન કરતી હોવાની આશંકા ધરાવતી એક ગુપ્ત લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. મેફેડ્રોન (MD) નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) અધિનિયમ, 1985 હેઠળ પ્રતિબંધિત પદાર્થ છે. ચોક્કસ બાતમીના આધારે NCB અમદાવાદની ટીમે "ઓપરેશન સિન્થેટિક ડ્રગ" શરૂ કર્યું હતું.

સરખેજના બેઝમેન્ટમાં ધમધમતી ગુપ્ત લેબ

ચોક્કસ બાતમી મળ્યા બાદ NCB અમદાવાદની ટીમે અમદાવાદના સરખેજ રોડ, ગ્યાસપુર, અંબર ટાવર, 100 ફૂટ રિંગ રોડ, કેનાલની પાછળ, મોહમ્મદી પાર્ક નજીક, લબ્બૈલ પાર્ક, L-2/13 ખાતે મુદસ્સર અહેમદ ખાનના પરિસરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પરિસરના ભોંયરામાં મેફેડ્રોન (MD)ના ગેરકાયદે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી હોવાની આશંકા ધરાવતી એક ગુપ્ત લેબોરેટરી મળી આવી હતી. આ લેબોરેટરીમાં વિવિધ સાધનો, ઉપકરણો અને રસાયણો મળી આવ્યાં હતાં.

MD ડ્રગ્સ અને કેમિકલનો જંગી જથ્થો જપ્ત

તપાસ કામગીરી દરમિયાન આરોપીના પરિસરમાં આવેલી એક ડ્રોઅરમાંથી મેફેડ્રોન (MD) પણ મળી આવ્યું હતું. પ્રવાહી સ્વરૂપમાં મેફેડ્રોન (MD) કાચની શીશીના વજન સહિત કુલ 26.85 ગ્રામ તથા પાવડર સ્વરૂપમાં 0.70 ગ્રામ મળી આવ્યું હતું. આમ, પ્રવાહી અને પાવડર સ્વરૂપમાં કુલ 27.55 ગ્રામ શંકાસ્પદ મેફેડ્રોન (MD) મળી આવ્યું હતું. આ ઉપરાંત, કૃત્રિમ નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલાં કુલ 130.613 કિલોગ્રામ રસાયણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

Ahmedabad News NCB & Gujarat Police Bust Secret MD Drugs Lab in Ahmedabad Sarkhej (1)

જપ્ત કરવામાં આવેલા મુખ્ય રસાયણોમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, મિથાઇલએમાઇન, હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ, ટોલ્યુઇન અને ઔદ્યોગિક ગુણવત્તાનું મિથાઇલ ડાઇક્લોરાઇડ (MDC) (86.650 કિલોગ્રામ) સહિતની સામગ્રી સામેલ છે. સાથે જ હીટિંગ મેન્ટલ્સ, ડિજિટલ મેગ્નેટિક સ્ટિરર્સ અને રાઉન્ડ બોટમ ફ્લાસ્ક જેવા લેબોરેટરીનાં સાધનો પણ જપ્ત કરાયા છે.

સપ્લાય નેટવર્ક અંગે તપાસ તેજ

ગુપ્ત લેબોરેટરી મળી આવવી, તેની સાથે શંકાસ્પદ મેફેડ્રોન (MD), મોટી માત્રામાં રસાયણો અને વિશિષ્ટ લેબોરેટરીનાં સાધનો મળી આવવાં એ દર્શાવે છે કે આ પરિસરનો ઉપયોગ ગેરકાયદે ઉત્પાદન માટે થતો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સમગ્ર ગુનાહિત કાર્યપદ્ધતિ સ્થાપિત કરવી, જપ્ત કરાયેલાં રસાયણોના સ્ત્રોતની ઓળખ કરવી અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓની ભૂમિકા નક્કી કરવાનો સમાવેશ થાય છે. NCB દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને "નશામુક્ત ભારત"ના સંકલ્પને સાકાર કરવા માટે કડક કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો: Ahmedabad News: ધોળકા વૌઠાનો ઐતિહાસિક મેળો, જાણો તારીખ અને મુખ્ય આકર્ષણો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0