Ahmedabad News: શિવરંજની BRTS બસ સ્ટેન્ડની કેબિનમાં આગ લાગી, મુસાફરોમાં અફતાતફરી મચી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવામાં ગરમી વધતાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા શિવરંજની BRTS બસ સ્ટેશનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટના બનતાં જ લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડને ઘટનાનો કોલ મળતાં જ ગાડીઓ રવાના થઈ હતી.
બીઆરટીએસ સ્ટેશન પર આગ લાગી
અમદાવાદમાં ભર બપોરે શિવરંજની BRTS બસ સ્ટેશનની કેબિનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાન હાનીના સમાચારો સામે આવ્યા નથી. આગની ઘટના બનતાં જ કેબિન પાસે ઉભા રહેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તે પસાર થનારા વાહનચાલકો થંભી ગયા હતાં. સમગ્ર ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના થઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

