Ahmedabad News: ભાજપે આદિવાસી જિલ્લાના 3 પ્રમુખ બદલ્યા, હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો

Sep 23, 2026 - 09:30
Ahmedabad News: ભાજપે આદિવાસી જિલ્લાના 3 પ્રમુખ બદલ્યા, હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં છતું થયેલું નબળું પ્રદર્શન અને આંતરિક ખટપટોને ખાળવા પ્રદેશ ભાજપે ત્રણ આદિવાસી જિલ્લાઓમાં પ્રમુખ બદલ્યા છે.જ્યાં સૌથી વધુ વિવાદ રહ્યો છે તે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવને હટાવીને તેમના સ્થાને પૂર્વ મંત્રી શબ્દશરણ તડવીને નવી જવાબદારી સોંપાઈ છે.નીલ રાવ એ OBCછે ને તેમના પત્ની આદિવાસી-ST છે. જેઓ પૂર્વ મંત્રી શબ્દશરણ તડવીના ભાઈના દિકરી છે.

નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની હાર બાદ એક્શન

એપ્રિલમાં નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની હાર પછી સંગઠન પ્રમુખ નીલ રાવ સામે સાત ટર્મના સાંસદ મનસુખ વસાવા, RSS બેકગ્રાઉન્ડમાંથી આવતા ડો.દર્શના દેશમુખે જૂન મહિનામાં રાજપીપળાના ગાંધીચોકમાં ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.જેના 100 દિવસ પૂર્ણ થાય તે પહેલા જ હાઇકમાન્ડે પ્રમુખપદેથી હટાવીને નીલ રાવને પ્રદેશ OBC મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.જ્યારે પ્રમુખપદે શબ્દશરણ તડવીને જવાબદારી સોંપાઈ છે.જે નીલ રાવના કાકા સસરા છે. ભાજપમાં સંગઠનના હોદ્દાની મુદત ત્રણ વર્ષની હોય છે પરંતુ રાવ સહિત ડાંગ અને ભરૂચના જિલ્લા પ્રમુખોને અધવચ્ચે ઉતારી દેવાયા છે. 

સુરેશ ચૌધરીને જિલ્લા સંગઠનની કમાન સોંપાઈ

ડાંગમાં કિશોર ગાવિતને હટાવીને સુરેશ ચૌધરીને જિલ્લા સંગઠનની કમાન સોંપાઈ છે જ્યારે ભરૂચમાંથી પ્રકાશ મોદીને પણ OBC મોરચામાં સ્થાન આપીને તેમના સ્થાને પરેશ લાડને જિલ્લા પ્રમુખ બનાવાયા છે.એક વર્ષમાં વડોદરા-સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખને સંગઠનમાં સ્થાન આપીને બદલવામાં આવ્યા છે.ભાજપે અત્યાર સુધીમાં નવા સંગઠનમાં 10 ટકા જિલ્લાઓના પ્રમુખો બદલ્યા છે.હવે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ફેરફાર થાય તો નવાઈ નહીં.વિધાનસભા ચૂંટણી 2027ને નજર સામે રાખી પ્રદેશ ભાજપે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં આઠ ઉપાધ્યક્ષ,ત્રણ મહામંત્રી,આઠ મંત્રીઓ સમેત તમામ હોદ્દા પર નિમણૂકો પૂર્ણ કરી છે.જેમાં પહેલીવાર 34માંથી 24 જેટલા જિલ્લા-મહાનગરોથી પ્રતિનિધિત્વ અપાયું છે.21 પદાધિકારીઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ધોલેરા એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે, વાહન ચાલકોને સરળ એન્ટ્રી એક્ઝિટ મળશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0