Ahmedabad News: બેફામ બનેલા લુખ્ખા તત્વોને હવે પોલીસનો ડર નથી રહ્યો? કાંકરિયા નજીક યુવકને ધારદાર ચપ્પુ બતાવી માર માર્યો

Sep 14, 2025 - 14:30
Ahmedabad News: બેફામ બનેલા લુખ્ખા તત્વોને હવે પોલીસનો ડર નથી રહ્યો? કાંકરિયા નજીક યુવકને ધારદાર ચપ્પુ બતાવી માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક યુવકને જાહેરમાં રોડ પર છરીના ઘા મારીને રહેંસી નાખવામાં આવ્યો હતો. પોલીસની જ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા લુખ્ખા સામે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. હવે શહેરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પાસે બે લુખ્ખાતત્વોએ એક યુવકને ધારદાર ચપ્પુ બતાવીને માર માર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પોલીસના શહેરમાં સબ સલામતના દાવા અહીં પોકળ સાબિત થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે યુવકને માર મારનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

કાંકરિયા નજીક યુવકને માર મારતો વીડિયો વાયરલ

અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો થયો હોવાના દાવા કરવામાં આવ્યાં છે. ગુજરાત દેશમાં સુરક્ષિત રાજ્ય હોવાના નિવેદનો આવે છે. ત્યારે અમદાવાદ જેવા હેરિટેજ કહેવાતા શહેરમાં લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જાહેરમાં હત્યા અને મારામારીના કિસ્સા સામે આવી રહ્યાં છે. અમદાવાદના પાલડીમાં નૈસલ ઠાકોરની હત્યાનો કેસ હજી તાજો છે. બીજી બાજુ રામોલમાં અપહરણ અને લૂંટનો આરોપી પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો બનાવ પણ સામે છે. ત્યારે શહેરના કાંકરિયા વિસ્તારમાં બે લુખ્ખા તત્વોએ એક યુવકનો ધારદાર ચપ્પુ બતાવીને માર માર્યો હતો.

કાંકરિયા નજીક ગલીમાં રીક્ષામાં યુવકને માર માર્યો

કાંકરિયા નજીક ગલીમાં એક રિક્ષામાં યુવકને બેસાડીને બે શખ્સો ધારદાર ચપ્પુ હાથમાં રાખીને માર મારી રહ્યાં હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 11 સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે.આ બે લુખ્ખાઓએ ઉછીના પૈસાની માગ કરીને યુવકને માર માર્યો હતો. તેને માર મારીને અપશબ્દો બોલ્યા હતાં. યુવક તેમને કરગરી રહ્યો હોવા છતાં આ બે લુખ્ખાઓ તેને સતત માર મારી રહ્યા હતાં. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. કાગડાપીઠ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0