Ahmedabad News: ધંધૂકામાં હત્યા કેસના આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કપાયા, ગેરકાયદે દબાણો પર ફર્યુ બુલડોઝર

Apr 21, 2026 - 10:30
Ahmedabad News: ધંધૂકામાં હત્યા કેસના આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કપાયા, ગેરકાયદે દબાણો પર ફર્યુ બુલડોઝર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધૂકામાં વિધર્મી દ્વારા કરાયેલી હત્યા કેસમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળ્યું છે.હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા છે. 14 દુકાનોના શેડ તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે. ખાટકીવાડામાં 5 મકાનોનું દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ છે.

ધર્મેશ ગમારા હત્યા કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ

ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કેસના બંને આરોપીઓને ગઈકાલે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમયગાળામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.

ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.કોર્ટમાં રજૂ કર્યા બાદ બંને આરોપીઓનું સરથસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આગળની કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0