Ahmedabad News: દર્દીઓ માટે જોખમી ડાયાલિસિસ મશીનોનો નિકાલ કરો, આરોગ્ય વિભાગની હોસ્પિટલોને સૂચના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત કિડની ફેલ્યોર દર્દીઓ માટે ડાયાલિસિસ સેવા આપવામાં આવે છે, રાજ્યના વિવિધ ડાયાલિસિસ સેન્ટરો ખાતે દસ વર્ષ કે તેથી વધુ સમય અથવા તો ૩૦ હજાર કલાકથી વધુ સમય સુધી ઉપયોગમાં લેવાયેલા ડાયાલિસિસ મશીનો કંડમ કરવાની કાર્યવાહી કરી, બિનઉપયોગી સામાનની જેમ તેનો નિકાલ કરવા નિર્દેશ અપાયો છે.
અધિક નિયામકે આ સૂચનાઓ આપી
આરોગ્ય વિભાગના તબીબી સેવાઓના અધિક નિયામકે આ સૂચનાઓ આઈકેડીઆરસીના પત્રને ટાંકીને તમામ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો વગેરેને આપી છે. દસ વર્ષ કરતાં વધુ સમય સુધી વપરાયેલા મશીનો દદીઓ માટે સુરક્ષિત ન હોવાનું કહેવાયું છે. એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત બિનવપરાશ લાયક ડાયાલિસિસ મશીનો કંડમ કરવાની કાર્યવાહી માટે નિર્દેશ કરાયા છે, જે મશીનો ૧૦ વર્ષથી વધુ કે ૩૦ હજાર કલાકથી વધુ વપરાયા છે એટલે તેની આવરદા પૂર્ણ થઈ છે.
મશીનને કંડમ કરવાની કાર્યવાહી જરૂરી
આવરદા પૂર્ણ થતાં આ ડાયાલિસિસ મશીનો દર્દીઓ માટે સુરક્ષિત નથી, જેથી આ મશીનને કંડમ કરવાની કાર્યવાહી જરૂરી છે. હોસ્પિટલોમાં આ પ્રકારના મશીન હોય તો તેની તપાસ કરીને મશીનોની કંડમ તથા હરાજીની કાર્યવાહી બિનવપરાશી સામાનના નિકાલની જેમ કરવાની રહેશે અને હરાજીની કાર્યાવાહી કરીને જે રકમ પ્રાપ્ત થાય તે સરકારના ખાતામાં ચલણ મારફતે જમા કરાવવાની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે તે સરકારી હોસ્પિટલોએ ડાયાલિસિસ મશીન કંડમ તથા હરાજીની કાર્યવાહીનો અહેવાલ તબીબી સેવાઓની કચેરી, ગાંધીનગર ખાતે મોકલવાની તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bayad: 330 ગામડામાં પરિભ્રમણ કરી માં અર્બુદાનો રથ બાયડ પહોંચતા સ્વાગત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

