Ahmedabad News: જિલ્લાની ગ્રામ પંચાયતોનો બાકી વેરો 200 કરોડને પાર, 300 તલાટીઓને નોટિસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાની 465 ગ્રામ પંચાયતોના બાકી વેરાનો આંકડો રૂ.200 કરોડને પાર પહોંચી ગયો છે.જેની વસૂલાત નહીં કરનારા અંદાજે 300 તલાટી કમ મંત્રીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાંથી જિલ્લા પંચાયતની નોટિસને ધોળીને પી જનારા 27 તલાટીઓને અંતિમ નોટિસ ફટકારી દેવાઈ છે. ખરેખર તો તલાટીઓની સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ કરવેરાની વસૂલાતમાં પૂરતો સહયોગ આપવો જોઈએ પરંતુ સદસ્યોને આ બાબતમાં કોઈ રસ નથી.પ્રતિવર્ષ કરવેરાની બાકી રકમ વધી રહી છે જેની સામે વિવિધ સમિતિઓની ગ્રાન્ટ પણ સતત વધતી રહે છે.
465 ગામડાંઓમાં સંખ્યાબંધ નવાં બાંધકામો ખડકાઈ ગયાં
જિલ્લામાં દર વર્ષે નવી આકારણી થાય છે.આ સિવાય નવાં બાંધકામોની પણ ગણતરી કરીને કરવેરાની વસૂલાત કરાતી હોય છે પરંતુ આ આકારણી અને નવાં બાંધકામોની ગણતરીમાં પોલંપોલ ચાલતી હોવાનો સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે.ખરેખર ગ્રામ પંચાયતોના કરની પારદર્શક ગણતરી થાય તો પ્રતિવર્ષ માંગણું રૂ.100 કરોડથી વધારે થાય પરંતુ તલાટીઓની લાપરવાહી કે પછી મિલીભગતને લીધે છેલ્લા કેટલાક સમયથી આ આંકડો રૂ.100 કરોડની આસપાસ સ્થિર થઈ ગયો છે. જેની સામે નવ તાલુકાનાં 465 ગામડાંઓમાં સંખ્યાબંધ નવાં બાંધકામો ખડકાઈ ગયાં છે. આમ છતાં કરની રકમ ઠેરની ઠેર રહી છે.
તલાટીઓ પછી હવે ટીડીઓ સામે લાલ આંખ થશે
જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 20 ટકા જેટલી વસૂલાત થઈ છે અને વર્ષના અંત સુધીમાં આ આંકડો માંડ 50 ટકા સુધી પહોંચવાની શક્યતા છે.તલાટીઓને નોટિસ આપ્યા છતાં કરવેરાની વસૂલાતમાં ભારે ઢીલાશ જોવા મળી રહી છે.જેથી હવે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને નોટિસ પાઠવી ખુલાસો પૂછવામાં આવશે.ગ્રામ પંચાયતોના બાકી લેણાંની રકમ સતત વધી રહી છે.જેની સામે વસૂલાત ધાર્યા મુજબ થતી નથી.આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે.જેથી આગામી દિવસોમાં કામચોર તંત્ર સામે કડક વલણ દાખવી ટીડીઓ સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહીના આદેશ પણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Gujarat News: દિવાળીની રાત્રે અમદાવાદનો સરેરાશ AQI 500 જ્યારે રોજકોટમાં 922એ પહોંચી ગયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

