Ahmedabad News: ચોમાસા પહેલા AMCનો ચોંકાવનારો ખુલાસો, આ વિસ્તારોમાં 'ભુવા' પડવાની ભીતિ, વાંચો લિસ્ટ

Jun 21, 2026 - 17:30
Ahmedabad News: ચોમાસા પહેલા AMCનો ચોંકાવનારો ખુલાસો, આ વિસ્તારોમાં 'ભુવા' પડવાની ભીતિ, વાંચો લિસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસું બેસવાની અણી પર છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. પ્રી-મોન્સુનના નામે શરૂ કરવામાં આવેલા અનેક કામો હજુ પણ અધૂરા છે. AMC તંત્રએ પોતે સ્વીકાર્યું છે કે, અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર રોડ સેટલમેન્ટ થવાની, એટલે કે રસ્તા બેસી જવાની અથવા મોટા ભુવા પડવાની પૂરેપૂરી સંભાવના છે. તંત્ર દ્વારા હવે આ જોખમી વિસ્તારોમાં વાહનચાલકોની સુરક્ષા માટે બોર્ડ લગાવવા કે બેરિકેડિંગ કરવાની ફરજ પડી રહી છે.

144માંથી 43 જગ્યાઓ પર હજુ પણ કામ ચાલુ

ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં કુલ 144 જગ્યાઓ પર ચોમાસા પહેલાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી માત્ર 101 જગ્યાઓ પર જ કામ પૂર્ણ થઈ શક્યું છે, જ્યારે 43 જગ્યાઓ પર હજુ પણ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલુ છે. આ અધૂરા કામો વાહનચાલકો માટે આફત બની શકે છે. આ મામલે AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ઇન્ચાર્જ સિટી ઇજનેર વિજય પટેલે પણ સ્થિતિની ગંભીરતા સ્વીકારી છે. વરસાદ દરમિયાન કે વરસાદ પડ્યા બાદ આ રસ્તાઓ પરથી પસાર થતી વખતે અમદાવાદીઓએ ભારે સાવધાની રાખવી પડશે.

સાવધાન! અમદાવાદના આ વિસ્તારોમાં છે ભુવા પડવાનું જોખમ

AMC તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, શહેરના નીચેના વોર્ડ અને વિસ્તારોમાં રસ્તા બેસી જવાની સૌથી વધુ સંભાવના છે:

  • ઓઢવ: વારી ગૃહથી અમૃત સ્કૂલ
  • વસ્ત્રાલ: શાશ્વત ઓરાથી શ્રીધર ડ્રીમ
  • વસ્ત્રાલ: પુરોહિત હોટેલ રિંગ રોડ
  • વસ્ત્રાલ: ગેલેક્સી કોરલ થી કેનેરા બેંક
  • નિકોલ: ઉમા સ્કૂલ થી ગોપાલ રોડ
  • સરદારનગર: ભીલવાસ પાણી ટાંકી થી આંબાવાડી સર્કલ
  • થલતેજ: શુભમ કેન્સર થી શિવ ગણેશ
  • ચાંદલોડિયા: ગોપીનાથનગર રોડ
  • ગોતા: કલ્હાર એક્ઝિટિકા રોડ
  • મણિનગર: ઉત્તમનગર ગાર્ડન થી આવકાર હોલ
  • ઇસનપુર: નારોલ સર્કલથી કાશીરામ ટેકસટાઇલ
  • વટવા: ગુજરાત ઓફસેટ થી મહાલક્ષ્મી તળાવ રોડ
  • દાણીલીમડા: દાણીલીમડા ચાર રસ્તાથી ચંડોળા તળાવ
  • બહેરામપુરા: બિરયાની ચાર રસ્તા થી ગુલમહોર
  • વટવા: પૂજા ફાર્મ થી કેનાલ રોડ
  • વટવા: એમ્સ સ્કૂલથી આદર્શ તુલીપ રોડ
  • વટવા: વટવા સ્મશાનથી રિંગ રોડ
  • વટવા: બીબી તળાવ ગુજરાત ઓફસેટ રોડ
  • વટવા: દેવમ ડ્રેનેજ પમ્પ થી કેનાલ થી પૂજા ફાર્મ
  • ખાડિયા: ખાટકીવાડ રોડ
  • અસારવા: ઓમ નગર સર્કલથી કલાપીનગર થી રત્નસાગર રોડ
  • શાહીબાગ: ઘોડા કેમ્પથી રક્ષા શક્તિ સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ લાડલા બ્રિજ
  • શાહીબાગ: મુસા કબ્રસ્તાનથી નમસ્તે સર્કલ
  • વેજલપુર: બળિયાદેવ મંદિરથી અંબેમાતા મંદિર
  • રામોલ હાથીજણ: ન્યૂ મણિનગર કેનાલથી કોમા જંક્શન થી મણીકેશ્વર મહાદેવ રોડ
  • સાબરમતી: ગાંધીવાસથી અચેર સ્મશાન રોડ
  • પાલડી: ભુદરપુરા રોડ થી ગણેશનગર પીએમ આવાસ યોજના
  • વાસણા: વૈશાલી ટાઉનશિપથી સહજ સર્કલ
  • વાસણા: એન કે અનંતા થી પ્રજાપતિ ગાર્ડન
  • વાસણા: રિયાનંદ સ્કીમથી સોમેશ્વર ત્રિમંદિર રોડ
  • વાસણા: APMC ચાર રસ્તા
  • નવરંગપુરા: ઓડિટ ભવન થી મેમનગર ફાયર સ્ટેશન
  • નવરંગપુરા: ઉમિયા વિજય રોડ, ઝાંસીની રાણી સર્વિસ રોડ
  • નવરંગપુરા: જીવા રબારી ચાર રસ્તા
  • નવરંગપુરા: સી એ સર્કલ
  • નવા વાડજ: સોરાબજી કમ્પાઉન્ડ
  • નવા વાડજ: ભીમજીપુરા કિરણ પાર્ક
  • નવા વાડજ: ગોરધનપાર્ક
  • નવા વાડજ: ગોરધન પાર્કથી ગાંધીનગર ટેકરો
  • રાણીપ: ગાયત્રી મંદિર થી જોગર્સ પાર્ક
  • રાણીપ: આશ્રય 9-10 પાસે
  • રાણીપ: પાણીની ટાંકીથી આશ્રય 9
  • રાણીપ: ચેનપુર પેટ્રોલ પંપ થી ટોરેન્ટ પાવર
  • રાણીપ: ચેનપુર પેટ્રોલ પંપ થી મેમેન્ટો રેસ્ટોરન્ટ
  • સાબરમતી: અશોક વિહાર ગાર્ડન પાસે
  • સાબરમતી: કેના બંગલો ચાર રસ્તા
  • ચાંદખેડા: સત્યમેવ હોસ્પિટલ થી કે બી રોયલ


આ પણ વાંચો - Ahmedabad News: હિજાબ કંઠી વિવાદે NEET કેન્દ્ર બહાર મામલો ગરમ, હિન્દુ સંગઠનના બે કાર્યકરોની અટકાયત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0