Ahmedabad News : ચાલતી બસમાં ગર્ભવતી મહિલાને ઉપડી પ્રસૂતિની પીડા, 108ની ટીમ બની દેવદૂત, કઠલાલ હાઇવે પર કરાવી સફળ ડિલિવરી

Oct 22, 2026 - 11:30
Ahmedabad News : ચાલતી બસમાં ગર્ભવતી મહિલાને ઉપડી પ્રસૂતિની પીડા, 108ની ટીમ બની દેવદૂત, કઠલાલ હાઇવે પર કરાવી સફળ ડિલિવરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અવારનવાર જરૂરિયાતમંદો માટે જીવનરક્ષક સાબિત થતી હોય છે. તાજેતરમાં જ કઠલાલ હાઇવે પરથી એક અત્યંત પ્રેરણાદાયી અને રાહત આપતી ઘટના સામે આવી છે. અમદાવાદથી દાહોદ તરફ જઈ રહેલી એક બસમાં સફર કરી રહેલી સગર્ભા મહિલાને અચાનક રાત્રે 10:30 વાગ્યાના સુમારે અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ 108ની ટીમે સમયસૂચકતા દાખવી મોટો ચમત્કાર સર્જ્યો હતો.

બસના સ્ટાફની સતર્કતા અને 108ની ટીમની સત્વરે કામગીરી

મહિલાની ગંભીર સ્થિતિ જોઈને બસના ડ્રાઇવર અને કંડક્ટરે ભારે સમજદારી વાપરીને તુરંત જ 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને જાણ કરી હતી. આ કોલ મળતાની સાથે જ કઠલાલ વિસ્તારમાં ફરજ બજાવતી 108ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદ–ઇન્દોર હાઇવે પર ગાડવેલ નજીક આવેલા રજવાડી ચા સેન્ટર પાસે બસ રોકવામાં આવી હતી. 108ના ઈએમટી (EMT) કેશરીસિંહ ઝાલા અને પાયલોટ મહેન્દ્રસિંહ સોલંકીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સના સાધનો સાથે બસમાં પહોંચીને સ્થળ પર જ કુશળતાપૂર્વક મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી.

માતા અને નવજાતને પ્રાથમિક સારવાર આપી કઠલાલ CHC ખસેડાયા

સ્થળ પર જ સફળ ડિલિવરી કરાવ્યા બાદ 108ની ટીમ દ્વારા ERCP ડૉક્ટરના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ માતા અને નવજાત બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ અને સઘન તબીબી દેખભાળ માટે બંનેને એમ્બ્યુલન્સ દ્વારા કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. 108 ટીમની આ અદ્ભુત સમયસૂચકતા, નિષ્ઠા અને સરાહનીય કામગીરીના કારણે એકસાથે બે જીવ બચી ગયા હતા, જેને લઈને પરિવારજનો અને નાગરિકો દ્વારા 108ની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : આચાર્યો સામે થતી ખોટી ફરિયાદોથી મળશે મુક્તિ, શાળા સંચાલક મંડળે શાળાઓમાં પ્રવેશ નિયમોના પરિપત્રને વધાવ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0