Ahmedabad News: ગાંધી જયંતિ નિમિત્તે વોકલ ફોર લોકલની મુહિમને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી

Oct 2, 2025 - 20:30
Ahmedabad News: ગાંધી જયંતિ નિમિત્તે વોકલ ફોર લોકલની મુહિમને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થયા હતા.સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને તેમણે 'વોકલ ફોર લોકલ ' અને 'આત્મનિર્ભર ભારત' ના ધ્યેય ને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન

મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી ખાદીની ખરીદી કરી હતી.તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2025થી 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે.ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર

વડાપ્રધાને “ખાદી ફોર ફેશન – ખાદી ફોર નેશન”ના ધ્યેય સાથે આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે વધુને વધુ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગના આપેલા વિચારને ખાદીમાં વળતરના આ નિર્ણયથી વેગ મળશે.ગાંધી જયંતી નિમિત્તે 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન સાથે સંકળાયેલી સંસ્થાઓ, મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતા આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0