Ahmedabad News: અસહ્ય મોંઘવારીમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, શહેરમાં 1 કરોડ સુધીની 200થી વધુ કાર વેચાઈ

May 8, 2026 - 09:30
Ahmedabad News: અસહ્ય મોંઘવારીમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, શહેરમાં 1 કરોડ સુધીની 200થી વધુ કાર વેચાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઓછા બજેટની કારોની સાથે હવે ફેરારી અને બેન્ટલી જેવી લક્ઝુરિયસ બ્રાન્ડેડ કારોની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. છેલ્લા 13 મહિનામાં 25 લાખ સુધીની કિંમતની કુલ 77315 કારનું વેચાણ થયું છે.જેનું અંદાજિત મૂલ્ય 11597 કરોડ રૂપિયા થાય છે.બીજી તરફ 75 લાખથી 1 કરોડની રેન્જમાં સરેરાશ 87 લાખની કિંમત ધરાવતી 198 કરોડની 202 પ્રીમિયમ કારો વેચાઈ છે. આ આંકડા દર્શાવે છે કે એક કરોડની પ્રીમિયમ કારો ખરીદવામાં વેપારીઓની સાથે હવે નોકરિયાત વર્ગ પણ રસ ધરાવી રહ્યો છે.

4 કરોડ સુધીની કિંમતની કુલ 81633 કાર નોંધાઈ

આ સિવાય 3 કરોડથી વધુ કિંમતની 3 કાર સુભાષબ્રિજ અને 1 કાર બાવળા આરટીઓમાં મળી કુલ 4 લક્ઝુરિયર્સ કારોનું પણ એક જ વર્ષમાં રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા RTO વિસ્તારમાં લક્ઝુરિયસ કારનો ક્રેઝ વધી રહ્યો છે.ત્રણેય RTO કચેરીમાં 1-4-25 થી 30-4-26 સુધીમાં 6 લાખથી લઈને 4 કરોડ સુધીની કિંમતની કુલ 81633 કાર નોંધાઈ છે.લક્ઝુરિયસ સેગમેન્ટમાં દોઢથી બે કરોડની 61 કાર અને 2 થી 4 કરોડની કિંમત ધરાવતી 23 કારનું રજિસ્ટ્રેશન થયું છે.

મોંઘી કારોનું વેચાણ હજુ વધશે

ડીલરોના મતે આગામી સમયમાં ઓડી, બીએમડબલ્યુ. જગુઆર, પોર્શે, મર્સિડીઝ, ફેરારી, વોલ્વો અને બેન્ટલી જેવી કારોનું વેચાણ હજુ વધશે.વાહન ડીલર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ,અગાઉ માત્ર ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ જ આવી કાર ખરીદતા હતા.પરંતુ હવે ડોક્ટર્સ, વકીલ, સીએ અને આઈટી સેક્ટરના ટોચના અધિકારીઓ તેમજ ક્લાસ 1 અને 2 કેટેગરીના અધિકારીઓની પહેલી પસંદ 1 કરોડથી વધુની લક્ઝુરિયસ કાર બની છે. દેશના નવા આંતરરાષ્ટ્રીય કરારો અને આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને આ માર્કેટ હજુ વિસ્તાર પામશે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી,વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0