Ahmedabad News: અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે

Aug 26, 2026 - 23:30
Ahmedabad News: અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે આજે ગોટીલો ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો રૌનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. ડોગ પરેડ કાર્યક્રમમાં કલાકારોએ પેટ પેરેન્ટ્સ અને તેમના શ્વાન મિત્રો સાથે મનોરંજક વાતચીત કરી અને તેમની સાથે આનંદભરી ક્ષણો વિતાવી. પોતાના પ્રિય કલાકારોને નજીકથી મળવાની અને પોતાના શ્વાન મિત્રો સાથે ખાસ દિવસની ઉજવણી કરવાની તક મળતા પેટ પેરેન્ટ્સમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.

અસંભઉઉઉઉઉઉ

કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચા

આ પ્રસંગે ફિલ્મનું લોકપ્રિય ‘ભાઉ ભાઉ’ સોંગ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મના અનોખા વિષય અને ચિન્ટુ સાથે જોડાયેલી લાગણીને દર્શાવતું આ ગીત ફિલ્મના મસ્તીભર્યા માહોલને વધુ જીવંત બનાવે છે. કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચા અને તેની સાથે જોડાયેલી મસ્તીથી સમગ્ર વાતાવરણમાં ફિલ્મી રંગ છવાઈ ગયો હતો. ગીત ફિલ્મના માણસ અને શ્વાન વચ્ચેના ખાસ સંબંધને હળવા-ફૂલકા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. આ પ્રસંગે કલાકારોએ જણાવ્યું કે ‘અસંભાઉઉઉ’ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ મૂંગા જીવો પ્રત્યેનો પ્રેમ, લાગણી અને તેમની નિઃસ્વાર્થ વફાદારીને સમજાવતી એક સુંદર વાર્તા છે. 

અસંભાઉઉઉઉ

દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે

ફિલ્મમાં હાસ્ય અને લાગણી સાથે પરિવાર સાથે માણી શકાય તેવો સંદેશ પણ જોવા મળશે. ‘ભાઉ ભાઉ’ જેવા મજેદાર ગીતો ફિલ્મની મસ્તી અને મનોરંજનને વધુ ખાસ બનાવે છે. પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રૌનક કામદાર, શિવાની ભારદ્વાજ, તત્સત મુનશી અને ચેતન દૈયા સહિતની કલાકારોની ટીમ જોવા મળશે. હાસ્ય, લાગણી, પરિવાર અને માણસ તથા શ્વાન વચ્ચેના અનોખા સંબંધની વાત કરતી ‘અસંભાઉઉઉ’ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ* સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના અનોખા વિષય, મનોરંજક પાત્રો અને ‘ભાઉ ભાઉ’ જેવા ગીતોને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
અસંભાઉ

આ પણ વાંચોઃ Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0