Ahmedabad News : અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવ્યા, ભીખુભાઈ દલસાણીયાને બિહારની જવાબદારી

Sep 24, 2026 - 15:30
Ahmedabad News : અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવ્યા, ભીખુભાઈ દલસાણીયાને બિહારની જવાબદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપના મોવડી મંડળે સંગઠનને મજબૂત કરવા માટે નવી નિયુક્તિ કરી છે. અગાઉ ભાજપ પ્રમુખ નીતિન નબિનની ટીમમાં ફેરફાર કરાયો હતો. ત્યાર બાદ રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરાઈ હતી. કેન્દ્રીય ભાજપે કરેલી આ નિયુક્તિઓમાં ગુજરાતમાંથી ભાજપના ચાર નેતાઓને વિવિધ રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના મોવડી મંડળે વધુ બે પ્રભારીઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. 

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અરુણ બીનાડીની ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેઓ રત્નાકર સાથે મળીને સંગઠનની જવાબદારી સંભાળશે. આ ફેરફારો અંતર્ગત અગાઉ ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભીખુભાઈ દલસાણીયા બિહારના સંગઠન મહામંત્રી તરીકે યથાવત રહેશે.રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને ગુજરાતના પ્રભારી તથા અજય મહાકર અને સહિત ગોમતી સાંઈબેને સહ પ્રભારી બનાવ્યા છે. 

મોવડી મંડળે સંગઠનને મજબૂત કરવા નવા ફેરફારો કર્યા

દેશમાં આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચંટણીને ધ્યાને લઈને ભાજપના મોવડી મંડળે સંગઠનને મજબૂત કરવા નવા ફેરફારો કર્યા છે. જેમાં કરવામાં આવેલી નવી નિયુક્તિઓમાં નવા ચહેરા અને મહિલાઓને તક આપવામાં આવી છે. ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી જગદીશ પટેલે યુપીના સહ પ્રભારી નિયુક્ત કરાય છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને દિલ્હીના સહ-પ્રભારી બનાવાયા છે. પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રભારી બનાવાયા છે. 

આ પણ વાંચોઃ Rajkot News: પાંચ બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, અકસ્માતમાં પ્રખ્યાત સિંગરના ભાઈ સહિત બેના મોત, Video


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0