Ahmedabad: HMPV વાયરસે મચાવ્યો હાહાકાર, 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે.HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ સતત નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસને લઇ આરોગ્ય વિભાગે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે. તેવામાં અમદાવાદમાં ફરી  HMPV વાયરસે માથુ ઉંચક્યું છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે.રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ? જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી. બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts) આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ. ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

Ahmedabad: HMPV વાયરસે મચાવ્યો હાહાકાર, 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે.

HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ સતત નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસને લઇ આરોગ્ય વિભાગે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે. તેવામાં અમદાવાદમાં ફરી  HMPV વાયરસે માથુ ઉંચક્યું છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે

ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

  • મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
  • વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
  • આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ?

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts)

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.