Ahmedabad : EWS આવાસ યોજનાના 17 ફ્લેટ્સ પચાવી પાડ્યા હોવાનો ઘટસ્ફોટ, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ

Jun 26, 2026 - 10:30
Ahmedabad : EWS આવાસ યોજનાના 17 ફ્લેટ્સ પચાવી પાડ્યા હોવાનો ઘટસ્ફોટ, સામાન બહાર કાઢી પોલીસને જાણ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી EWS આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મકાનો પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આવાસ યોજનાના બંધ પડેલા મકાનોના તાળા તોડીને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનો સળગતો આક્ષેપ થયો છે. આ મામલે ફરિયાદ ઉઠતાં જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

17 જેટલા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા

મળતી માહિતી મુજબ, અમદાવાદની એક EWS આવાસ યોજનામાં લાંબા સમયથી બંધ પડેલા અંદાજે 17 જેટલા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક શખ્સોએ આ બંધ મકાનોના તાળા તોડીને તેના પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો હતો. આ અંગેની સત્તાવાર ફરિયાદ મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

AMCની કડક કાર્યવાહી, સામાન બહાર કઢાયો

કોર્પોરેશને તાત્કાલિક અસરથી આ તમામ 17 મકાનો ખાલી કરાવવાની કડક સૂચના આપી દીધી છે. એટલું જ નહીં, ગેરકાયદેસર રીતે રહેતા લોકોનો સામાન પણ મકાનોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો છે અને મકાનોને ફરીથી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ મામલે AMC એ કાયદાકીય આકરા પગલાં લેતા જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. સરકારી આવાસો પર આ પ્રકારે તાળા તોડીને કબજો કરવાના આ કૌભાંડને પગલે અન્ય આવાસ યોજનાઓમાં પણ વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચો----    Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0