Ahmedabad: ESICના આસિસ્ટન્ટ ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ શહેરમાંથી વધુ લાંચિયો અધિકારી ઝડપાયો છે. અમદાવાદ ખાતે ESICના આસિસ્ટન્ટ ડાયરેકટરને રૂપિયા 3 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે. અમદાવાદના ઈન્કટેકસ ચાર રસ્તા પાસે જ આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવીને ACBએ એક ક્લાસ વન અધિકારીને લાંચ લેતો ઝડપ્યો છે. અધિકારી કમલકાંત પ્રભુદયાલ મીણાની લાંચ કેસમાં ધરપકડ કરાઈ તમને જણાવી દઈએ કે આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત રકમ પેટે રૂપિયા 46 લાખની નોટિસ ફટકારવામાં આવી હતી અને આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી હતી નહીં. તેથી, સમગ્ર મામલે બિઝનેસમેને જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળીને રજૂઆત પણ કરી હતી. રક્ઝક કર્યા બાદ અંતે રૂપિયા 3 લાખ ચૂકવવાના નક્કી કરવામાં આવ્યા આ સમયે આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માગી હતી પણ રક્ઝક કર્યા બાદ અંતે રૂપિયા 3 લાખ ચૂકવવાના નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે નોટિસમાં દર્શાવેલી રકમમાંથી માત્ર રૂપિયા 2 લાખ કરી આપવાની ખાતરી અધિકારી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પહેલા માળે ACBએ ટ્રેપ ગોઠવી અને લાંચિયા અધિકારીને ઝડપી લીધો અમદાવાદ આશ્રમ રોડની જોડે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પહેલા માળે ACBએ ટ્રેપ ગોઠવી હતી અને કમલકાંત મીણાને રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા ACB ટીમે ઝડપી લીધો હતો અને લાંચની રકમ કબજે કરી લીધી હતી. ACB અમદાવાદના પીઆઈ એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી.વી.પઢેરીયા સાથે રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -