Ahmedabad Crime: બોયફ્રેન્ડ પર ભરોસો યુવતીને ભારે પડ્યો: ન્યુડ વિડીયો બનાવી દર મહિને 10 હજારની ખંડણી માંગી

Aug 17, 2026 - 12:00
Ahmedabad Crime: બોયફ્રેન્ડ પર ભરોસો યુવતીને ભારે પડ્યો: ન્યુડ વિડીયો બનાવી દર મહિને 10 હજારની ખંડણી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી પર આંધળો ભરોસો રાખવો એક વિદ્યાર્થીની માટે મોટી મુસિબત બની ગયો છે.

પ્રેમિકાનો ન્યુડ વિડીયો રેકોર્ડ કર્યો

એક નરાધમ યુવકે પોતાની જ પ્રેમિકાનો ન્યુડ વિડીયો ગેરકાયદેસર રીતે રિકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ તેને વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે બોપલ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણી

મળતી માહિતી મુજબ, આરોપી કર્તવ્ય મણીયારે પીડિત વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી લીધો હતો. આ પાસવર્ડના જોરે તે ન્યુડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતી પાસેથી દર મહિને 10 હજાર રૂપિયાની ખંડણી માંગતો હતો. આરોપીએ યુવતીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી 4 હજાર રૂપિયા પડાવી પણ લીધા હતા.કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યું

આટલું જ નહીં, આરોપીની વિકૃતિની હદ ત્યારે પાર થઈ ગઈ જ્યારે તેણે યુવતીને ધાક-ધમકી આપીને કાતર વડે તેના જ પગ પર પોતાનું નામ લખાવ્યું હતું. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે પીડિત યુવતીએ હિંમત દાખવી સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. જે બાદ પરિવારજનો સાથે બોપલ પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બોપલ પોલીસે તપાસ શરુ કરી

બોપલ પોલીસે આ ચકચારી મામલે ગુનાહિત ધમકી, બ્લેકમેઇલિંગ, ખંડણી અને આઇટી એક્ટ સહિતની અલગ-અલગ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કર્તવ્ય મણીયારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  


આ પણ વાંચો   :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન






What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0