Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રિનું ઉદ્ઘાટન, પહેલા નોરતે જ ઝૂમી ઉઠ્યા ખેલૈયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન નું ભવ્ય આયોજન કરાયું છે. આજે નવલા નોરતાના પહેલા દિવસે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
નવરાત્રિ મહોત્સવનો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ
મા આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રિ મહોત્સવનો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે. પહેલા નોરતે ગરમા મેદાનોમાં તથા પાર્ટીપ્લોટમાં જઇને અબાલ વૃદ્ધ સૌ કોઇ ગરબાના રંગમાં રંગાઇ ગયા હતા. પોળો, શેરીઓ તતા સોસાયટીઓમાં પણ મોડી રાત સુધી ભવ્ય ગરબાના આયોજનો કરાયા છે.
વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન
અમદાવાદના જીએમડીસી મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ટૂરિઝમ દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જુદીજુદી મંડળીઓએ ગરબા રજૂ કર્યા હતા તો બાળકો માટે બાલવાટિકાના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે 9 અલગ અલગ ઝોન બનાવાયા છે.1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિથી કરાવ્યો હતો. સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં, મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો માં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા. આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો
મુખ્યમંત્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટથી આ વર્ષ નો વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહિ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ. દેશ-વિદેશથી પધારેલા મહેમાનો
આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્યો, મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ પ્રભવ જોષી, સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2025 માણવા દેશ-વિદેશથી પધારેલા મહેમાનો તેમજ અમદાવાદના નગરજનો પણ આ ભવ્ય ઉત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થયા હતા.
What's Your Reaction?






