Ahmedabad: AMCનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

અમદાવાદના પાંજરાપોળ, થલતેજ, પંચવટી વિસ્તારમાં પાણી ભરાયાવરસાદ બંધ થયો પરંતુ પાણી હજુ ભરાયેલા છડાવાડ ચોકી સામે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ સફળ થયો હોય તેવુ દ્રશ્યો જોતા લાગી રહ્યુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી બપોર બાદ શહેરના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળ્યો અને ત્યારબાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ત્યારે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં પાણી ભરાયા, થલતેજ વિસ્તારમાં કંઈક એવી જ હાલત જોવા મળી છે. સાથે જ પંચવટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા અને વરસાદ બંધ થયો છતાં પાણી હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે અને છડાવાડ ચોકી સામે જાણે કે તળાવ ભરાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઘણા વિસ્તારમાં વરસ્યો વરસાદ અમદાવાદના ગોતા, સોલા, થલતેજ, ઈસ્કોન ચાર રસ્તા, વસ્ત્રાપુર, શિવરંજની, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજા વરરસ્યા છે. ત્યારે ટુ-વ્હીલર વાહન ચાલકોને ભારે વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ઠેરઠેર પાણી ભરાઈ જતા ઘણા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નડીયાદમાં 3 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડિયાદ અને તેની આસપાસના પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. AMCનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો હતો અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.

Ahmedabad: AMCનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના પાંજરાપોળ, થલતેજ, પંચવટી વિસ્તારમાં પાણી ભરાયા
  • વરસાદ બંધ થયો પરંતુ પાણી હજુ ભરાયેલા
  • છડાવાડ ચોકી સામે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ સફળ થયો હોય તેવુ દ્રશ્યો જોતા લાગી રહ્યુ છે.

શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

બપોર બાદ શહેરના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળ્યો અને ત્યારબાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ત્યારે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં પાણી ભરાયા, થલતેજ વિસ્તારમાં કંઈક એવી જ હાલત જોવા મળી છે. સાથે જ પંચવટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા અને વરસાદ બંધ થયો છતાં પાણી હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે અને છડાવાડ ચોકી સામે જાણે કે તળાવ ભરાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ઘણા વિસ્તારમાં વરસ્યો વરસાદ

અમદાવાદના ગોતા, સોલા, થલતેજ, ઈસ્કોન ચાર રસ્તા, વસ્ત્રાપુર, શિવરંજની, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજા વરરસ્યા છે. ત્યારે ટુ-વ્હીલર વાહન ચાલકોને ભારે વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ઠેરઠેર પાણી ભરાઈ જતા ઘણા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

નડીયાદમાં 3 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો

નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડિયાદ અને તેની આસપાસના પીપલગ, ડભાણ, ડુમરાલ, ઉત્તરસંડા, ફતેપુરા, પીજ, વસો ગામમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

AMCનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં

ગઈકાલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો હતો અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.