Ahmedabad: AMCના દબાણ ખાતાની ગાડીએ બાળકીને ટક્કર મારતા મોત

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની. સવારે સ્કૂલે જતી બાળકીને AMCની ગાડીએ ટક્કર મારી. AMCની દબાણ ખાતાની ગાડી દ્વારા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માત સર્જી ગાડી ચાલક ફરાર થયો. સાઇકલ લઈને જતી 9 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરનાં સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો મુજબ બાળકી સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. ત્યારે કચરાની ગાડીચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.https://x.com/i/status/1873998357049598246કચરાની ગાડીએ બાળકીની સાઇકલને ટક્કર મારીમળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી નવ વર્ષની વિદ્યાર્થીની ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આજે સવારના સમયે ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાનમાં પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો ઘટનાની જાણ થતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કચરાની ગાડીના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે આ બાળકી નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું હતું. હાલ આ મામલે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: AMCના દબાણ ખાતાની ગાડીએ બાળકીને ટક્કર મારતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની. સવારે સ્કૂલે જતી બાળકીને AMCની ગાડીએ ટક્કર મારી. AMCની દબાણ ખાતાની ગાડી દ્વારા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માત સર્જી ગાડી ચાલક ફરાર થયો.

સાઇકલ લઈને જતી 9 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરનાં સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો મુજબ બાળકી સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. ત્યારે કચરાની ગાડીચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

https://x.com/i/status/1873998357049598246

કચરાની ગાડીએ બાળકીની સાઇકલને ટક્કર મારી

મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી નવ વર્ષની વિદ્યાર્થીની ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આજે સવારના સમયે ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાનમાં પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કચરાની ગાડીના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે આ બાળકી નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું હતું. હાલ આ મામલે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.