Ahmedabad: 5 સગીર છોકરીઓ થઈ ગુમ, વેજલપુર પોલીસે ગણતરીના સમયમાં શોધી કાઢી

મિત્રના ઘરે જવાનું કહી 5 સગીર છોકરીઓ કયાંક ચાલી ગઈ હતીગઈકાલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 છોકરીઓની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 છોકરીઓની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ વેજલપુર પોલીસે 5 છોકરીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી અને થોડા સમયમાં જ 5 છોકરીઓને શોધવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહેંદીના કલાસમાં જવાનું કહી કયાંક ચાલી ગઈ હતી છોકરીઓ 19 જુલાઈના રોજ સાંજના સાડા 6 વાગ્યાની આસપાસ ચાર સગીર છોકરીઓ મહેંદીના કલાસમાં જુહાપુરા ખાતે જવાનું કહીને પોતાના ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ મહેંદીના કલાસમાં પહોંચી નહતી અને અન્ય એક સગીર છોકરીના ઘરે તમામ લોકો ભેગા થયા હતા અને ત્યાંથી પાંચેય છોકરીઓ તેમના અન્ય મિત્રના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ પાંચેય લોકો તેમની મિત્રના ઘરે પણ પહોંચ્યા નહતા અને ક્યાંક ચાલ્યા ગયા હતા. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો ગુમ થનારા પાંચેય છોકરીઓને કોઈ અજાણ્યા ઈસમો લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને કોઈ જગ્યાએ લઈ ગયા હતા. આ બાબતે પોલીસ સ્ટેશનમાં 20 જુલાઈએ સાંજે 5 વાગ્યે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ વેજલપુર પોલીસ એક્શનમાં આવી અને તમામ છોકરીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનારની ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધખોળ કરવામાં આવી હતી અને પાંચેય છોકરીઓ પરત મળી આવી હતી, ત્યારે હાલમાં આ પાંચેય છોકરીઓની પુછપરછ ચાલુ છે. આ સાથે જ વેજલપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137 (2) મુજબ ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે. 

Ahmedabad: 5 સગીર છોકરીઓ થઈ ગુમ, વેજલપુર પોલીસે ગણતરીના સમયમાં શોધી કાઢી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મિત્રના ઘરે જવાનું કહી 5 સગીર છોકરીઓ કયાંક ચાલી ગઈ હતી
  • ગઈકાલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 છોકરીઓની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી
  • પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 છોકરીઓની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ વેજલપુર પોલીસે 5 છોકરીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી અને થોડા સમયમાં જ 5 છોકરીઓને શોધવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

મહેંદીના કલાસમાં જવાનું કહી કયાંક ચાલી ગઈ હતી છોકરીઓ

19 જુલાઈના રોજ સાંજના સાડા 6 વાગ્યાની આસપાસ ચાર સગીર છોકરીઓ મહેંદીના કલાસમાં જુહાપુરા ખાતે જવાનું કહીને પોતાના ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ મહેંદીના કલાસમાં પહોંચી નહતી અને અન્ય એક સગીર છોકરીના ઘરે તમામ લોકો ભેગા થયા હતા અને ત્યાંથી પાંચેય છોકરીઓ તેમના અન્ય મિત્રના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ પાંચેય લોકો તેમની મિત્રના ઘરે પણ પહોંચ્યા નહતા અને ક્યાંક ચાલ્યા ગયા હતા.

પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો

ગુમ થનારા પાંચેય છોકરીઓને કોઈ અજાણ્યા ઈસમો લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને કોઈ જગ્યાએ લઈ ગયા હતા. આ બાબતે પોલીસ સ્ટેશનમાં 20 જુલાઈએ સાંજે 5 વાગ્યે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ વેજલપુર પોલીસ એક્શનમાં આવી અને તમામ છોકરીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનારની ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધખોળ કરવામાં આવી હતી અને પાંચેય છોકરીઓ પરત મળી આવી હતી, ત્યારે હાલમાં આ પાંચેય છોકરીઓની પુછપરછ ચાલુ છે. આ સાથે જ વેજલપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137 (2) મુજબ ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.