Ahmedabad: 15 માસની બાળકીના પેટમાંથી 220 ગ્રામની ગાંઠ દૂર કરી જીવ બચાવાયો
આખા વિશ્વમાં જન્મજાત ખામીના માત્ર 200 કેસ નોંધાયાસફ્ળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમજ 8.5 * 10.7 * 15 સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી સિવિલમાં અવિકસિત ગર્ભની જન્મજાત ખામી દૂર કરવામાં 3 કલાક લાગ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા 15 મહિનાની બાળકી ઉપર જટીલ સર્જરી કરી જીવ બચાવાયો છે, 15 મહિનાની બાળકીના પેટમાંથી 220 ગ્રામની ગાંઠ દૂર કરી પીડામુક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી આખા વિશ્વમાં આવા જન્મજાત ખામીના માત્ર 200 કેસ જ નોંધાયા છે, ખૂબ જ દુર્લભ એવી ફીટસ ઇન ફીટુ (અવિકસિત ગર્ભ)ની જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટિલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા દૂર કરાઇ છે. હાલ સુરત અને ગીર સોમનાથના વતની માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને પાંચ જુલાઈ 2024 થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતા યશ્રિાના પેટમાં જમણી બાજુ પેટની દિવાલની આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું જણાઈ આવ્યું હતું. સિવિલની તબીબી ટીમે સફ્ળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમજ 8.5 * 10.7 * 15 સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી હતી. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, જ્યારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઈ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકના પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં ફ્ટિસ ઇન ફીટુ કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે જે પાંચ લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આખા વિશ્વમાં જન્મજાત ખામીના માત્ર 200 કેસ નોંધાયા
- સફ્ળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમજ 8.5 * 10.7 * 15 સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી
- સિવિલમાં અવિકસિત ગર્ભની જન્મજાત ખામી દૂર કરવામાં 3 કલાક લાગ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા 15 મહિનાની બાળકી ઉપર જટીલ સર્જરી કરી જીવ બચાવાયો છે, 15 મહિનાની બાળકીના પેટમાંથી 220 ગ્રામની ગાંઠ દૂર કરી પીડામુક્ત કરવામાં આવી છે.
અત્યાર સુધી આખા વિશ્વમાં આવા જન્મજાત ખામીના માત્ર 200 કેસ જ નોંધાયા છે, ખૂબ જ દુર્લભ એવી ફીટસ ઇન ફીટુ (અવિકસિત ગર્ભ)ની જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટિલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા દૂર કરાઇ છે.
હાલ સુરત અને ગીર સોમનાથના વતની માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને પાંચ જુલાઈ 2024 થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતા યશ્રિાના પેટમાં જમણી બાજુ પેટની દિવાલની આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું જણાઈ આવ્યું હતું. સિવિલની તબીબી ટીમે સફ્ળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમજ 8.5 * 10.7 * 15 સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી હતી. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, જ્યારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઈ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકના પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં ફ્ટિસ ઇન ફીટુ કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે જે પાંચ લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે.