Ahmedabad: 11 કિમીના રિવરફ્રન્ટ પર સિગ્નલ બંધ અકસ્માત અને ટ્રાફિકમાં વધારો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં લોકોની સુખાકારી અને ઝડપથી અવરજવર કરી શકે તેના માટે પૂર્વ અને પિૃમના છેડે રિવરફ્રન્ટ પર રોડ બનાવવામાં આવ્યો છે.
પરંતુ ઓવર સ્પીડ, લાંબા સમયથી બંધ પડેલા સિગ્નલ અને રિવરફ્રન્ટને જોડતાં રોડ પર કોઈ પણ સિગ્નલ કાર્યરત ન હોવાના કારણે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. પૂર્વના રિવરફ્રન્ટ રોડ પર એક પણ સ્પીડબ્રેકર નથી જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. પૂર્વ રિવરફ્રન્ટ રોડ પર 9 ટ્રાફ્કિ સિગ્નલ આવે છે. જેમાંથી 3 સિગ્નલ બ્લિન્કર મોડ પર છે. જ્યારે 6 બંધ છે. અર્થાત એકપણ ટ્રાફ્કિ સિગ્નલ કાર્યરત નથી. અગાઉ પણ સ્પીડ બ્રેકર બનાવવા માટેની અને ઓવર સ્પીડ માટે સ્પીડ ગન રાખવા માટેની વ્યવસ્થા કરવાની વાત ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ હતી, પરંતુ તે પણ લાંબા સમયથી બંધ છે. આ માટે રોડ પર યોગ્ય વ્યવસ્થા કરવા માટેની ઘણાં સમયથી રાહદારીઓ અને મોર્નિંગ વોક કરવા માટે આવતાં લોકોએ માગણી કરી છે.
પૂર્વમાં 11 કિમીના રિવરફ્રન્ટ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. જેના કારણે લાંબા ટ્રાફિકજામ લાગી જાય છે. ઉપરાંત હાલમાં શાહીબાગ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ બંધ હોવાના કારણે રિવરફ્રન્ટ પર ટ્રાફિકની ભારણ વધ્યું છે. જ્યારે રોડ પર એક પણ અકસ્માત કે ગાડી વચ્ચે ટક્કર લાગવાની ઘટના બને છે ત્યારે સમગ્ર રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે. આ માટે સ્થાનિકો તેમજ રાહદારીઓએ ઘણી વખત રજુઆત કરી છે. અગાઉ 2020થી 2023માં રિવરફ્રન્ટ રોડ પર 70 જેટલા અકસ્માત નોંધાયા હતા. તેમજ એક પણ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે લોકો રોડ પર બેફામ રીતે વાહન હંકારે છે અને તેના કારણે અકસ્માતનો ભય રહેલો છે. આ માટે રોડ પર ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી છે પરંતુ એક પણ સિગ્નલ ચાલી રહ્યા નથી. જ્યારે ટ્રાફિક પોલીસ માત્ર ગણતરીના સમયે અને અમુક જ સ્થળો પર ફરજ બજાવતી હોવાના કારણે ગમે તે સમયે અકસ્માતની ઘટના બનતી હોય છે. આ માટે સ્પીડ બ્રેકર કે યોગ્ય ટ્રાફિક સિગ્નલ લગાવવાની તેવી જરૂરિયાત રહેલી છે.
What's Your Reaction?






