Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ છઠ ઘાટ પર નદીમાં છોડાયું પાણી, વિશાળ સ્ટેજ તૈયાર

Nov 14, 2026 - 15:00
Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ છઠ ઘાટ પર નદીમાં છોડાયું પાણી, વિશાળ સ્ટેજ તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાને લઈને અમદાવાદ શહેરમાં ભારે ઉત્સાહ અને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત છઠ ઘાટ પર છઠ પૂજાનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૂર્યદેવની આરાધના અને અર્ઘ્ય અર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે, તેમજ આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છઠ પૂજાને લઈને અમદાવાદ શહેરમાં ભારે ઉત્સાહ

શ્રદ્ધાળુઓ પવિત્ર જળમાં ઉભા રહીને સૂર્યદેવની આરાધના કરી શકે તે માટે AMC દ્વારા સાબરમતી નદીમાં નવું પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર છઠ ઘાટ અને આસપાસના પરિસરની સફાઈ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 

છઠ પૂજા નિમિત્તે રિવરફ્રન્ટ પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારે ભીડને કારણે વાહનવ્યવહાર ન ખોરવાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ તરફ આવતા માર્ગો પર ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Jamnagar: ખાખી પર લાગ્યો બુટલેગર સાથે સાંઠગાંઠનો ડાઘ! નાઘેડી દારૂ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સસ્પેન્ડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0