Ahmedabad: સાબરમતી-કલોલ, સાબરમતી-ચાંદલોડિયા રેલવે ટ્રેક પર ઓટોબ્લોક સિગ્નલિંગ સિસ્ટમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં હવે ટ્રેન દુર્ઘટના રોકવા માટે અત્યાધુનિક ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેનાથી ટ્રેનમાં સવાર મુસાફરોને સુરક્ષા પુરી પાડી શકાશે. હાલ સાબરમતી-કલોલ અને સાબરમતી-ચાંદલોડિયા, કાલુપુર-અમદાવાદ વચ્ચે આ સિસ્ટમ લગાવવામાં આવી છે.
પહેલા સ્ટેશને ટ્રેન આવે ત્યારે સ્ટેશન માસ્ટરે ફોન કરીને તમામ ટ્રેનોને જાણ કરવાનું, તેનું લોકેશન ક્યાં છે તે જોવાનું અને બે ટ્રેનો એક ટ્રેક પર ન આવી જાય અથવા એક ટ્રેક પર ઉભેલી ટ્રેનને પાછળથી આવતી ટ્રેન અથડાઇ ન જાય તે જોવાની મેન્યુઅલી અને માથાકુટવાળી અને હજારો મુસાફરોના જીવના જાખમને ધ્યાને રાખીને કરવાની થતી કામગીરી કરવાની રહેતી હતી. હવે સ્ટેશન માસ્ટરને આ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સ્ટેશન માસ્ટરે ફક્ત મોનિટરિંગ જ કરવાનું રહેશે. રેડ અથવા બ્લુ સિગ્નલ આપવું કે નહીં, અને આપવું તો ક્યારે આપવું તે નક્કી આ પ્રણાલી જાતે જ કરાશે. બિનજરૂરીપણે કલાકો સુધી ટ્રેનોને ટ્રેક પર ઉભી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેમજ ખાસ તો મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂતી મળશે તેવો દાવો રેલવેના અધિકારીઓ કરી રહ્યા છે.
What's Your Reaction?






