Ahmedabad: સર્વર ઠપ થતાં રેશનકાર્ડધારકોને વારંવાર ધક્કા, એક સપ્તાહથી આવી સ્થિતિ

પૂરવઠા વિભાગના સર્વર ઠપથી રેશનકાર્ડધારકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. છેલ્લા એક સપ્તાહથી આવી સ્થિતિ હોવા છતાં અધિકારીઓ ટસનામસ થતાં નથી. સિસ્ટમ અપગ્રેડનું બહાનું કરી 15 ઝોનલ કચેરીઓમાં સપ્તાહ સુધીનો સમય અપાઇ રહ્યો છે.સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કહ્યું કે, રેશનકાર્ડમાં સુધારા-વધારવા એક દિવસમાં થઇ શકતા હોય છે. આમ છતાં સર્વરની સમસ્યાનું બહાનું કાઢી અરજદારોને સપ્તાહ સુધીનો સમય અપાય છે. સિસ્ટમ અપગ્રેડનું કામ પૂરુ કયારે થશે ? તેને લઇને અધિકારીઓ બોલતા નહીં હોવાથી રેશનકાર્ડધારકો પણ કંટાળી ગયા છે. રેશનકાર્ડમાં સુધારા-વધારા નહીં થતાં હોવાથી ઘણા લોકો ધક્કે ચઢયા છે. બીજીબાજુ રેશનકાર્ડધારકોએ કહ્યું કે, આધાર અને આયુષ્માન સેવામાં પણ ધાંધિયા ચાલી રહ્યા છે. કોઇ સુધારા-વધારા થઇ શકતા નથી. વટવા, અને દસ્ક્રોઇની પૂરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં જરૂરી નામમાં વધારો કે કમી કરવા સહિત અન્ય સુધારા માટે આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. સર્વર ખોટકાવાની સમસ્યાને લીધે સાઇલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા પણ થઇ શકતી નથી. જેના લીધે અનાજ લેવા ઇચ્છતા લોકો સર્વર પૂર્વવત થવાની રાહ જોઇને બેસી રહ્યા છે.

Ahmedabad: સર્વર ઠપ થતાં રેશનકાર્ડધારકોને વારંવાર ધક્કા, એક સપ્તાહથી આવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂરવઠા વિભાગના સર્વર ઠપથી રેશનકાર્ડધારકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. છેલ્લા એક સપ્તાહથી આવી સ્થિતિ હોવા છતાં અધિકારીઓ ટસનામસ થતાં નથી. સિસ્ટમ અપગ્રેડનું બહાનું કરી 15 ઝોનલ કચેરીઓમાં સપ્તાહ સુધીનો સમય અપાઇ રહ્યો છે.

સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કહ્યું કે, રેશનકાર્ડમાં સુધારા-વધારવા એક દિવસમાં થઇ શકતા હોય છે. આમ છતાં સર્વરની સમસ્યાનું બહાનું કાઢી અરજદારોને સપ્તાહ સુધીનો સમય અપાય છે. સિસ્ટમ અપગ્રેડનું કામ પૂરુ કયારે થશે ? તેને લઇને અધિકારીઓ બોલતા નહીં હોવાથી રેશનકાર્ડધારકો પણ કંટાળી ગયા છે. રેશનકાર્ડમાં સુધારા-વધારા નહીં થતાં હોવાથી ઘણા લોકો ધક્કે ચઢયા છે. બીજીબાજુ રેશનકાર્ડધારકોએ કહ્યું કે, આધાર અને આયુષ્માન સેવામાં પણ ધાંધિયા ચાલી રહ્યા છે. કોઇ સુધારા-વધારા થઇ શકતા નથી. વટવા, અને દસ્ક્રોઇની પૂરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં જરૂરી નામમાં વધારો કે કમી કરવા સહિત અન્ય સુધારા માટે આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. સર્વર ખોટકાવાની સમસ્યાને લીધે સાઇલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા પણ થઇ શકતી નથી. જેના લીધે અનાજ લેવા ઇચ્છતા લોકો સર્વર પૂર્વવત થવાની રાહ જોઇને બેસી રહ્યા છે.