ગાંધીનગરમાં અક્ષરધામ ખાતે નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી મૂર્તિની પ્રતિષ્ઠા વિધી પૂર્ણ કરાઇ

અમદાવાદ, સોમવારપ્રમુખ સ્વામી મહારાજે ૩૨ વર્ષ પહેલાં ગાંધીનગરમાં અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી હતી. ત્યારે હવે વર્તમાન મહંત સ્વામી ની ૧૧ નવેમ્બરે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં  મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી વિવેકસાગર સ્વામી, તેમજ ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત  આનંદસ્વરૂપ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો હતો. બીએપીએસ સંસ્થાના અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં શ્રી નીલકંઠ વર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન  સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સ્વિલ, ન્યુ જર્સી ખાતે સૌપ્રથમ વાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં  અક્ષરધામ ખાતે   નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી  મૂર્તિની પ્રતિષ્ઠા વિધી પૂર્ણ  કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, સોમવાર

પ્રમુખ સ્વામી મહારાજે ૩૨ વર્ષ પહેલાં ગાંધીનગરમાં અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી હતી. ત્યારે હવે વર્તમાન મહંત સ્વામી ની ૧૧ નવેમ્બરે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં  મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી વિવેકસાગર સ્વામી, તેમજ ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત  આનંદસ્વરૂપ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો હતો. બીએપીએસ સંસ્થાના અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં શ્રી નીલકંઠ વર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન  સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સ્વિલ, ન્યુ જર્સી ખાતે સૌપ્રથમ વાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.