Ahmedabadમા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સંતોની યોજાશે ધર્મસભા
ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે અમદાવાદમાં 300થી વધુ સંતો ધર્મસભામાં જોડાશે અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરાય તેને લઈ ચર્ચા પણ કરવામાં આવશે,માલધારી સમાજની પણ માગ છે કે ગાયમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે ત્યારે આજે સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં શું નક્કી થાય છે તે જોવાનું રહ્યું. ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માગ ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે આજે 300થી વધુ સંતો ધર્મસભામાં જોડાશે,આ સભામાં બે પીઠના શંકરાચાર્ય જોડાશે સાથે સાથે દ્વારકાપીઠના સદાનંદ સરસ્વતીજી તેમજ બદ્રીનાથપીઠના અવિમુક્તેશ્વરાનંદજી રહેશે હાજર,બપોરના સમયે આ ધર્મસભા સોલાના ભાગવત ખાતે યોજાશે જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો હાજર રહેશે,ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ લાંબા સમયથી ઉઠી છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ અગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ગુજરાતના સંતો અને માલધારીઓ રાષ્ટ્રમાતાની વાતને લઈ અડગ ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માગ લાંબા સમયથી છે ત્યારે માલધારી સમાજ પણ આ માગને સમર્થન આપી રહ્યું છે,ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં મામલતદાર તેમજ કલેકટરને સાધુ-સંતો તેમજ માલધારી સમાજ આવેદનપત્ર પણ આપી રહ્યાં છે,આ માગને પૂરી કરવા માટે અગાઉ પણ સભા યોજાઈ હતી પરંતુ કોઈ નિર્ણય આવ્યો ન હતો જેને લઈ આજે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અપાય છે આવેદનપત્ર શાસ્ત્રોના ગૌ મહિમાનો આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યો છે અને ગાય સાથે અમારી કુદરતી લાગણી જોડાયેલી છે. ગૌહત્યા અમારા માટે અત્યંત દુઃખ દાયક છે ત્યારે અનંતશ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીઅવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્વમાં સનાતન ધર્મની ગૌરક્ષાની માંગ પ્રબળ બની રહી છે ત્યારે પાટણ સંસદીય ક્ષેત્રના ચાણસ્મા શંખેશ્વર સમી હારીજ અને સિધ્ધપુર ખાતે મામલતદારને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર ઓપીને સંવિધાનિક રીતે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ કરાઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે અમદાવાદમાં 300થી વધુ સંતો ધર્મસભામાં જોડાશે અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરાય તેને લઈ ચર્ચા પણ કરવામાં આવશે,માલધારી સમાજની પણ માગ છે કે ગાયમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે ત્યારે આજે સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં શું નક્કી થાય છે તે જોવાનું રહ્યું.
ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માગ
ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે આજે 300થી વધુ સંતો ધર્મસભામાં જોડાશે,આ સભામાં બે પીઠના શંકરાચાર્ય જોડાશે સાથે સાથે દ્વારકાપીઠના સદાનંદ સરસ્વતીજી તેમજ બદ્રીનાથપીઠના અવિમુક્તેશ્વરાનંદજી રહેશે હાજર,બપોરના સમયે આ ધર્મસભા સોલાના ભાગવત ખાતે યોજાશે જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો હાજર રહેશે,ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ લાંબા સમયથી ઉઠી છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ અગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
ગુજરાતના સંતો અને માલધારીઓ રાષ્ટ્રમાતાની વાતને લઈ અડગ
ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માગ લાંબા સમયથી છે ત્યારે માલધારી સમાજ પણ આ માગને સમર્થન આપી રહ્યું છે,ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં મામલતદાર તેમજ કલેકટરને સાધુ-સંતો તેમજ માલધારી સમાજ આવેદનપત્ર પણ આપી રહ્યાં છે,આ માગને પૂરી કરવા માટે અગાઉ પણ સભા યોજાઈ હતી પરંતુ કોઈ નિર્ણય આવ્યો ન હતો જેને લઈ આજે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અપાય છે આવેદનપત્ર
શાસ્ત્રોના ગૌ મહિમાનો આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યો છે અને ગાય સાથે અમારી કુદરતી લાગણી જોડાયેલી છે. ગૌહત્યા અમારા માટે અત્યંત દુઃખ દાયક છે ત્યારે અનંતશ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીઅવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્વમાં સનાતન ધર્મની ગૌરક્ષાની માંગ પ્રબળ બની રહી છે ત્યારે પાટણ સંસદીય ક્ષેત્રના ચાણસ્મા શંખેશ્વર સમી હારીજ અને સિધ્ધપુર ખાતે મામલતદારને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર ઓપીને સંવિધાનિક રીતે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ કરાઇ હતી.