Ahmedabad: શેરબજારમાં રોકાણ કરાવી વધુ કમાણીની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી નિવૃત ટીડીઓનો પુત્ર હોવાનું સામે આવ્યુ છે. સાથે લાખ્ખો રુપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રુપિયા પડાવતા
સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના 3 આરોપીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રુપિયા પડાવી લેતા હતા. સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે 4 દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ગેંગ લોકોને શેરમાર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વોટ્સએપ ગ્રૂપમાં જોડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા, વિયતનામ સહિત અન્ય દેશમાં છે અને ઈન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી 59 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓને 10થી 15 ટકા કમિશન મળતું
તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રકાશ પરમારનું ખાતુ ખોલાવી પ્રિયંક ગેમીંગ અને છેતરપિંડીના રુપિયા જમા કરાવતો હતો. જે28 લાખ રૂપિયા પ્રકાશે કાઢીએ ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવલ ગઢવીની ઓફિસમાં બેસી +44 કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા 37 લાખ રોકડા, ચેક બુક, અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબુક, અનેક સીમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ગોવિંદ અને ફરાર અન્ય આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આ આરોપીઓને 10થી 15 ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે.
550થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી
આ કેસમાં પહેલા ઝડપાયેલા 2 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય એક આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી મળી આવેલા બેન્ક એકાઉન્ટની તપાસ 550થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી છે. જેની સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી સાથે જ 550થી વધુ એફઆઈઆરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
What's Your Reaction?






