Ahmedabad: શહેરમાં 2 દિવસથી ભારે વરસાદ, વાસણા બેરેજના 9 દરવાજા ખોલાયા
ચાંદલોડિયા અને અખબારનગર અંડરપાસ પણ બંધ તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા વરસાદના કારણે મણિનગરનો દક્ષિણી અંડરપાસ બંધ અમદાવાદમાં 2 દિવસથી ભારે વરસાદ શરૂ થયો છે. જેમાં વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમાં વરસાદના કારણે મણિનગરનો દક્ષિણી અંડરપાસ બંધ થયો છે. ચાંદલોડિયા અને અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે.સતત વરસાદના પગલે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા સતત વરસાદના પગલે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. તો આ તરફ મણિનગરનો દક્ષિણી, ચંદલોડિયા અને અખબારનગર અન્ડર પાસ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઇસ્કોન ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. જેમાં વરસાદની ગતિધીમી પડ્યા બાદ પણ પાણી ભરાયેલા છે. વાહનચાલકો હાલાકી ભોગવી વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.રાજ્યમાં ભારે તોફાની વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઇ રાજ્યમાં ભારે તોફાની વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઇ છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ કે, ગઇકાલે મોડીરાતથી જ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. ગઇકાલે ભરબપોરે પણ કાળાડિબાંગ વાદળો છવાતા અંધારપાટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સાથે જ ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘણા વિસ્તારોમાં કમર સુધી અને ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આવામાં આજે સવારથી વરસાદ આવી રહ્યો છે.શહેરના મણિનગરમાં 154.50 એમએમ એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જે બાદ સૌથી વધુ નરોડામાં 146 એમએમ એટલે કે, 5.84 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચાંદલોડિયા અને અખબારનગર અંડરપાસ પણ બંધ
- તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા
- વરસાદના કારણે મણિનગરનો દક્ષિણી અંડરપાસ બંધ
અમદાવાદમાં 2 દિવસથી ભારે વરસાદ શરૂ થયો છે. જેમાં વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમાં વરસાદના કારણે મણિનગરનો દક્ષિણી અંડરપાસ બંધ થયો છે. ચાંદલોડિયા અને અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે.
સતત વરસાદના પગલે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા
સતત વરસાદના પગલે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં તમામ 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. તો આ તરફ મણિનગરનો દક્ષિણી, ચંદલોડિયા અને અખબારનગર અન્ડર પાસ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઇસ્કોન ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. જેમાં વરસાદની ગતિધીમી પડ્યા બાદ પણ પાણી ભરાયેલા છે. વાહનચાલકો હાલાકી ભોગવી વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
રાજ્યમાં ભારે તોફાની વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઇ
રાજ્યમાં ભારે તોફાની વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઇ છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ કે, ગઇકાલે મોડીરાતથી જ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. ગઇકાલે ભરબપોરે પણ કાળાડિબાંગ વાદળો છવાતા અંધારપાટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સાથે જ ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘણા વિસ્તારોમાં કમર સુધી અને ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આવામાં આજે સવારથી વરસાદ આવી રહ્યો છે.શહેરના મણિનગરમાં 154.50 એમએમ એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જે બાદ સૌથી વધુ નરોડામાં 146 એમએમ એટલે કે, 5.84 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઇ છે.