Ahmedabad: વેલ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતી ગેંગના પાંચ સભ્યની સાઇબર સેલે ધરપકડ કરી
નકલી આધારકાર્ડ બનાવી બેંક ખાતા ખોલાવીને તેમાં ગુનાઈત પ્રવૃત્તિઓના નાણાંની હેરાફેરી કરતી વેલ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગેંગના પાંચ સાગરિતોની સાયબર સેલે ધરપકડ કરી છે. નકલી આધારકાર્ડથી ખુલેલા બેંક ખાતાના ડોક્યુમેન્ટ અસલીના ઘરે પહોંચ્યાને કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં પાંચે આરોપી ધો.5 થી 10 સુધી ભણેલા પણ મગજ એન્જિનિયરને પણ ટક્કર મારે તેવું હોવાનું ખુલ્યું છે. આધારકાર્ડમાં નામ, સરનામું ફરિયાદીનું પણ ફોટો બીજાનો લગાવી આરોપીઓએ બેંક ખાતું ખોલાવ્યું અને તેનો નાણાંની હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા.સાયબર સેલ પાસે ગત તા.18મી સપ્ટેમ્બરના રોજ આવેલી ફરિયાદ મુજબ સિનિયર સિટીઝનના નામ, સરનામા સહિતની વિગતોનો ઉપયોગ કરી બીજાના ફોટાવાળું આધારકાર્ડ, પાનકાર્ડ બનાવીને આરોપીઓએ બેંક ખાતું પણ ખોલાવી દીધું હતું. આ મામલે ફરિયાદીએ તપાસ કરતા કોટક મહિન્દ્રા બેંકમાં આરોપીએ નકલી આધારકાર્ડના ઉપયોગથી બેંક ખાતું ખોલાવીને તેમાં નાણાંની હેરાફેરી પણ કરી હતી. આમ, પોતાના નામે બેંક ખાતું ખોલાવીને અજાણ્યા શખ્સો ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરી રહ્યાની વિગતોને પગલે સિનિયર સિટીઝને સાયબર સેલને જાણ કરી હતી. સાયબર સેલે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સાયબર સેલે તપાસ અને વિગતોના આધારે મુકેશભાઈ અમૃતલાલ ગોંડલીયા (ઉં.63), મુકેશ ઉર્ફ દદ્દા દિનાનાથ ગોસ્વામી (ઉં,36), ધીરજ ઉર્ફ ધીરૂ કરશનભાઈ પટેલ (ઉં,54), કિસ્મતઅલી ઉર્ફ અરમાન હસમતઅલી કુરેશી (ઉં,36) અને કમલેશ ગોવિંદભાઈ જોષી ઉં,39)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો આધારે તમામ આરોપી ધો- 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં નકલી ડોક્યુમેન્ટ ઉભા કરવામાં માસ્ટરી ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ છેતરપિંડી સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 5 દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ફરિયાદીના નામવાળું પણ ફોટો બીજાનો તેવું પાન અને આધાર કાર્ડ ઘરે આવતા તપાસ ફરિયાદીના ઘરે તેઓના નામ સરનામાવાળું આધારકાર્ડ અને પાનકાર્ડ આવ્યા હતા. આ બંને કાર્ડ ચેક કરતા તેમાં ફોટો બીજી વ્યક્તિનો હતો. ફરિયાદી આ મામલે એલર્ટ થયા અને તપાસ શરૂ કરી હતી. તે પછી તેઓના નામે બનેલા નકલી આધાર અને પાન કાર્ડથી બેંક ખાતા ખુલ્યું તેની ચેક બુક ઘરે આવતા ફરિયાદી ચોંક્યા હતા. 4 આરોપી સામે અગાઉ અનેક ફરિયાદ નોંધાઈ છેઃએક ગુનામાં 2 આરોપી ફરાર હતા ગાંધીનગર સે-7 પોલીસની ફરિયાદમાં ધીરજ, કિસ્મતઅલી વોન્ટેડ હતા. મુકેશ ઉર્ફ દદા સામે અગાઉ અસલાલી, ઈન્ફોસીટી, સેક્ટર-7 અને અડાલજ પોલીસમાં 7 ગુના, ધીરજ ઉર્ફ ધીરુ સામે, ગાંધીનગર-અમદાવાદમાં 3, કિસ્મતઅલી સામે ગાંધીનગરમાં એક અને કમલેશ સામે પાલનપુરમાં એક ગુનો નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નકલી આધારકાર્ડ બનાવી બેંક ખાતા ખોલાવીને તેમાં ગુનાઈત પ્રવૃત્તિઓના નાણાંની હેરાફેરી કરતી વેલ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગેંગના પાંચ સાગરિતોની સાયબર સેલે ધરપકડ કરી છે. નકલી આધારકાર્ડથી ખુલેલા બેંક ખાતાના ડોક્યુમેન્ટ અસલીના ઘરે પહોંચ્યાને કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં પાંચે આરોપી ધો.5 થી 10 સુધી ભણેલા પણ મગજ એન્જિનિયરને પણ ટક્કર મારે તેવું હોવાનું ખુલ્યું છે. આધારકાર્ડમાં નામ, સરનામું ફરિયાદીનું પણ ફોટો બીજાનો લગાવી આરોપીઓએ બેંક ખાતું ખોલાવ્યું અને તેનો નાણાંની હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા.
સાયબર સેલ પાસે ગત તા.18મી સપ્ટેમ્બરના રોજ આવેલી ફરિયાદ મુજબ સિનિયર સિટીઝનના નામ, સરનામા સહિતની વિગતોનો ઉપયોગ કરી બીજાના ફોટાવાળું આધારકાર્ડ, પાનકાર્ડ બનાવીને આરોપીઓએ બેંક ખાતું પણ ખોલાવી દીધું હતું. આ મામલે ફરિયાદીએ તપાસ કરતા કોટક મહિન્દ્રા બેંકમાં આરોપીએ નકલી આધારકાર્ડના ઉપયોગથી બેંક ખાતું ખોલાવીને તેમાં નાણાંની હેરાફેરી પણ કરી હતી. આમ, પોતાના નામે બેંક ખાતું ખોલાવીને અજાણ્યા શખ્સો ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરી રહ્યાની વિગતોને પગલે સિનિયર સિટીઝને સાયબર સેલને જાણ કરી હતી. સાયબર સેલે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સાયબર સેલે તપાસ અને વિગતોના આધારે મુકેશભાઈ અમૃતલાલ ગોંડલીયા (ઉં.63), મુકેશ ઉર્ફ દદ્દા દિનાનાથ ગોસ્વામી (ઉં,36), ધીરજ ઉર્ફ ધીરૂ કરશનભાઈ પટેલ (ઉં,54), કિસ્મતઅલી ઉર્ફ અરમાન હસમતઅલી કુરેશી (ઉં,36) અને કમલેશ ગોવિંદભાઈ જોષી ઉં,39)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો આધારે તમામ આરોપી ધો- 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં નકલી ડોક્યુમેન્ટ ઉભા કરવામાં માસ્ટરી ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ છેતરપિંડી સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 5 દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ફરિયાદીના નામવાળું પણ ફોટો બીજાનો તેવું પાન અને આધાર કાર્ડ ઘરે આવતા તપાસ
ફરિયાદીના ઘરે તેઓના નામ સરનામાવાળું આધારકાર્ડ અને પાનકાર્ડ આવ્યા હતા. આ બંને કાર્ડ ચેક કરતા તેમાં ફોટો બીજી વ્યક્તિનો હતો. ફરિયાદી આ મામલે એલર્ટ થયા અને તપાસ શરૂ કરી હતી. તે પછી તેઓના નામે બનેલા નકલી આધાર અને પાન કાર્ડથી બેંક ખાતા ખુલ્યું તેની ચેક બુક ઘરે આવતા ફરિયાદી ચોંક્યા હતા.
4 આરોપી સામે અગાઉ અનેક ફરિયાદ નોંધાઈ છેઃએક ગુનામાં 2 આરોપી ફરાર હતા
ગાંધીનગર સે-7 પોલીસની ફરિયાદમાં ધીરજ, કિસ્મતઅલી વોન્ટેડ હતા. મુકેશ ઉર્ફ દદા સામે અગાઉ અસલાલી, ઈન્ફોસીટી, સેક્ટર-7 અને અડાલજ પોલીસમાં 7 ગુના, ધીરજ ઉર્ફ ધીરુ સામે, ગાંધીનગર-અમદાવાદમાં 3, કિસ્મતઅલી સામે ગાંધીનગરમાં એક અને કમલેશ સામે પાલનપુરમાં એક ગુનો નોંધાયો છે.