Ahmedabad: વેજલપુરમાં પિતાની પ્રેમિકાનો માસૂમો પર અત્યાચાર, પોલીસે કરાવ્યો છુટકારો

Jan 18, 2025 - 11:30
Ahmedabad: વેજલપુરમાં પિતાની પ્રેમિકાનો માસૂમો પર અત્યાચાર, પોલીસે કરાવ્યો છુટકારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની વેજલપુર પોલીસની માણસાઈએ બાળકોને જીવતદાન આપ્યું.શહેરની વેજલપુર પોલીસે પ્રેમસંબંધમાં રઝળેલા બાળકોનો છુટકારો કરાવ્યો. આ બાળકોને તેમની સાવકી માતા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસને આ મામલાની જાણ થતાં જરૂરી કામગીરી કરી સાવકીમાતાથી બાળકોને મુક્ત કરાવ્યા.

સાવકીમાતાનો ત્રાસ

પ્રાપ્ત વિગત મુજબ વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા બાળકોને ઢોર મારવામાં આવતો હતો. બાળકોએ કહ્યું કે આ મહિલા તેમની સગી માતા નથી પરંતુ સાવકી માતા છે. તેમના પિતા અત્યારે જેલમાં છે. પિતાની ગેરહાજરીનો લાભ લઈ સાવકી માતા બાળકો સાથે ક્રૂર વર્તન દાખવતી હોવાનું તેમના પડોશીઓએ પણ પોલીસને જણાવ્યું. એક સેવાભાવી પડોશીએ સમગ્ર હકીકત પોલીસને જણાવી અને બાળકોને મદદ કરવા અપીલ કરી.

બાળકોના પિતા જેલમાં

વેજલપુર પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી. દરમ્યાન તેમને જાણવા મળ્યું કે બાળકોના પિતા NDPSના કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં છે. બાળકોના પિતાએ દારુના નશામાં પત્નીને તલાક આપ્યા હતા. જેના બાદ બાળકોની માતાને પિયર ધકેલી દીધી અને પ્રેમિકાને ઘરે લઈ આવ્યો.જો કે NDPS ના કેસમાં છેલ્લા એક વર્ષથી જેલ ભેગા સજા ભોગવનાર બાળકોના પિતાની પ્રેમિકા માસૂમ પર અસહ્ય ત્રાસ ગુજારતી હતી. પિતાની પ્રેમિકા નાની બાબતોમાં બાળકો પર ગુસ્સે થતી અને ઢોર માર મારતી.

પોલીસની માણસાઈ

આ મહિલા બાળકોને ખાવાનું પણ આપતી નહોતી અને રૂમમાં ગોંધી રાખતી હોવાની માહિતી મળ્યા બાદ વેજલપુર પોલીસ પી.આઇ આર.એમ.ચૌહાણના સર્વેલન્સ સ્કોડ સાથે સી ટીમ મોકલવામાં આવી.પોલીસે બાળકોને રૂમમાંથી બહાર કાઢ્યા.બાળકોના શરીર પરના ઇજાના નિશાન બતાવે છે કે આ મહિલા તેમની સાથે કેટલું ક્રૂર વતર્ન કરતી હતી. મહિલા કયાં છે તેને લઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે હાલમાં આ મહિલા પાલનપુર જેલખાતે પ્રેમીને મળવા ગઈ હતી. પોલીસ દ્રારા ઘરે થી બાળકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી સાવકીમાતાની ત્રાસથી મુક્ત કરાવ્યા. પોલસે માનવતા દાખવી કામગીરી કરતાં બાળકોને જીવતદાન મળ્યું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0