Ahmedabad: વાસણામાં મિત્રો વચ્ચે થઈ બબાલ, એક યુવકની કરાઈ હત્યા
અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ મૃતક અને તેના મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ હતી અને બબાલની ઘટના હત્યા સુધી પહોંચી ગઈ હતી.હત્યાની ઘટના બાદ ચારે બાજુ ચકચાર મચી જવા પામી વાસણા વિસ્તારમાં હત્યાની ઘટના બનવાને લઈને આસપાસના વિસ્તારમાં અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ મૃતક ચેન સ્નેચરના ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તો આરોપીઓ હત્યા કરીને ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના મામલે વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. 16 જાન્યુઆરીએ વસ્ત્રાલમાં હત્યાનો બનાવ બન્ય હતો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં જાણે કે હવે હત્યાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમા આવેલી શિવમ આવાસ યોજનામાં હત્યાની ઘટના બની હતી. પતિ-પત્નીના ઝઘડમાં પુત્રએ પિતાની હત્યા કરી દીધી હતી. ચપ્પા વડે હુમલો કરીને પુત્રએ સાવકા પિતાની હત્યા કરી દીધી હતી. ત્યારે પુત્ર અલ્પેશ જોષી સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી અને રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આણંદના બોરસદમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા આણંદના બોરસદમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મંગેતરે પ્રેમી કમલેશ ઠાકોરની હત્યા હતી. વાસદ-બગોદરા હાઈવે પર આવેલી હોસ્પિટલ નજીક હત્યાની ઘટના બની હતી. યુવતી સાથે પ્રેમસંબંધ મામલે બોલાવી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિશાલ પરમારે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. બોરસદ ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ મૃતક અને તેના મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ હતી અને બબાલની ઘટના હત્યા સુધી પહોંચી ગઈ હતી.
હત્યાની ઘટના બાદ ચારે બાજુ ચકચાર મચી જવા પામી
વાસણા વિસ્તારમાં હત્યાની ઘટના બનવાને લઈને આસપાસના વિસ્તારમાં અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ મૃતક ચેન સ્નેચરના ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તો આરોપીઓ હત્યા કરીને ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના મામલે વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
16 જાન્યુઆરીએ વસ્ત્રાલમાં હત્યાનો બનાવ બન્ય હતો
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં જાણે કે હવે હત્યાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમા આવેલી શિવમ આવાસ યોજનામાં હત્યાની ઘટના બની હતી. પતિ-પત્નીના ઝઘડમાં પુત્રએ પિતાની હત્યા કરી દીધી હતી. ચપ્પા વડે હુમલો કરીને પુત્રએ સાવકા પિતાની હત્યા કરી દીધી હતી. ત્યારે પુત્ર અલ્પેશ જોષી સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી અને રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આણંદના બોરસદમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા
આણંદના બોરસદમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મંગેતરે પ્રેમી કમલેશ ઠાકોરની હત્યા હતી. વાસદ-બગોદરા હાઈવે પર આવેલી હોસ્પિટલ નજીક હત્યાની ઘટના બની હતી. યુવતી સાથે પ્રેમસંબંધ મામલે બોલાવી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિશાલ પરમારે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. બોરસદ ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.