Ahmedabad: વટવા પોલીસે 3 કરોડથી વધુના હાઈબ્રીડ ગાંજા સાથે યુવકની કરી ધરપકડ

Dec 19, 2024 - 17:00
Ahmedabad: વટવા પોલીસે 3 કરોડથી વધુના હાઈબ્રીડ ગાંજા સાથે યુવકની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વટવા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી યોગેશ રતીભાઈ પટેલની રૂપિયા 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસે રોપડા બ્રિજ પાસે વાહન ચેકીંગ દરમ્યાન યોગેશને ગાંજા સાથે ઝડપી લીધો હતો.

એક ટ્રીપ માટે આરોપીને મળતા 70,000 રૂપિયા

તેની તપાસ કરતા યોગેશ પાસેથી થાઈ એરલાઈન્સની ટિકિટ પણ મળી આવી હતી. જેથી હાઈબ્રીડ ગાંજાના ઈન્ટરનેશનલ નેટવર્કને લઈને પોલીસને શંકા થઈ હતી. વટવા પોલીસ નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલા નિધિ અને સાયલીની સંડોવણી ખુલી હતી. આ બે મહિલાઓએ યોગેશને રૂપિયા 70,000ની ટ્રીપ આપીને બેગકોંક હાઈબ્રીડ ગાંજો લેવા મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

આરોપી પોતાના વતન મોરબી આવી રહ્યો હતો ત્યારે પોલીસે કરી ધરપકડ

યોગેશની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેગકોંક ગયો ત્યારે તેની સાથે પ્રતિમ નામનો શખ્સ હતો. જેને પણ આ બંને મહિલાઓ રૂપિયા આપીને ગાંજો લેવા મોકલ્યો હતો. પ્રીતમ અને યોગેશ થાઈલેન્ડથી નીકળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારબાદ પ્રીતમ એરપોર્ટથી પોતાના વતન નાસિક જતો રહ્યો હતો. જ્યારે યોગેશને ગાંજો પોતાની પાસે રાખવાનું કહેતા તે મુંબઈથી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદની ટ્રાવેલ્સમાં બેસીને મોરબી પોતાના વતન જઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય બે મહિલા આરોપીઓ ફરાર

ફરાર બંન્ને મહિલા આરોપીઓએ થાઈલેન્ડથી આવેલો ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે અંગે માહિતી આપી નહતી. આરોપી ગાંજો સાથે લઈને ફરતો હતો તે દરમ્યાન પોલીસે ઝડપી પાડ્યો છે. જો કે આરોપી યોગેશ પટેલ અગાઉ મોરબીના સીરામીકમાં કામ કરતો હતો. જેના ધંધા અર્થે મહારાષ્ટ્ર ગયો હતો, ત્યારે પુનાની નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને નિધીએ જ પૈસા કમાવવા નશાયુક્ત પદાર્થની હેરાફેરી કરવાના નેટવર્કમાં જોડાવવા સાયલીને મળાવી હતી.

હેરાફેરીના નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા

હાઈબ્રિડ ગાંજા હેરાફેરીના નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આરોપી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવેલ છે કે કેમ અને તેની વિરુદ્ધ અન્ય કોઈ ગુના નોંધાયા છે કે નહીં. તેમજ આ મહિલાઓએ યોગેશ અને પ્રતિમ સિવાય અન્ય કેટલા લોકોને વિદેશ હાઈબ્રિડ ગાંજો લેવા મોકલ્યા છે, તે તમામ મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ઈન્ટરનેશનલ નેટવર્કમાં સંડોવાયેલી બે મહિલા અને પ્રીતમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0