Ahmedabad: રેલવે સ્ટેશનની બહાર સ્માર્ટકાર્ડની લાલચે છેતરપિંડી આચરતા 2 ઝડપાયા

મુસાફરોને રેલ્વે સ્ટેશન બહાર સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીના 2 શખ્સોને ઝોન 2 એલસીબીએ ધરપકડ કરી છે, આ ગેંગ કેવી રીતે મુસાફરોને છેતરતી હતી જોઈએ આ રિપોર્ટમાં.મોકાનો ફાયદો ગઠિયાઓએ લીધો કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે આ મોકાનો ફાયદો ગઠિયાઓએ લીધો છે. ઝોન 2 એલસીબીએ એવા બે ઠગની ધરપકડ કરી છે, જે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ મેળવવા માટે સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી પેસેન્જર પાસેથી એ.ટી.એમ કાર્ડ અને મોબાઈલ ફોન મેળવી એ.ટી.એમ. કાર્ડમાંથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી આચરતા હતા. મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ ઉર્ફે જયંતી જોખમની ઝોન 2 એલસીબીએ સાબરમતી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી છે. ગઠિયાઓ ATMમાં જઈ રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે, ત્યારે આ બંને આરોપીઓ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ ઉર્ફે જયંતી જોખમ રેલવે સ્ટેશનની બહાર ઉભા રહેતા અને રાજ્ય બહારના મુસાફરોને ટાર્ગેટ કરી સ્માર્ટકાર્ડ બનાવવાનું કહી ઠગાઈ આચરતા હતા. આરોપીઓ મુસાફરોને રેલવે સ્ટેશન અંદર જવા માટે એક કાર્ડ બનાવવુ જરૂરી હોવાનું કહેતા હતા અને કાર્ડ નહીં હોય તો પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી મુસાફરનું ATM કાર્ડ તેમજ તેનો પીન અને મોબાઈલ ફોન મેળવી કાર્ડ બનાવી આપવાનું કહી એટીએમમાં જઈ રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો આ મામલે ઝોન 2 એલસીબીએ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની સાથે ગુનામાં સામે મુખ્ય એક આરોપી પણ સામેલ છે જે ફરાર છે, તેવામાં આ આરોપીઓએ અમદાવાદ, સુરત અને વાપીમાં આ પ્રકારે ઠગાઈ આચરી હોવાનું તપાસમા ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સોનાની વીંટી, 32,500 રોકડ, 3 મોબાઈલ જપ્ત કરાયા છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Ahmedabad: રેલવે સ્ટેશનની બહાર સ્માર્ટકાર્ડની લાલચે છેતરપિંડી આચરતા 2 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુસાફરોને રેલ્વે સ્ટેશન બહાર સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીના 2 શખ્સોને ઝોન 2 એલસીબીએ ધરપકડ કરી છે, આ ગેંગ કેવી રીતે મુસાફરોને છેતરતી હતી જોઈએ આ રિપોર્ટમાં.

મોકાનો ફાયદો ગઠિયાઓએ લીધો

કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે આ મોકાનો ફાયદો ગઠિયાઓએ લીધો છે. ઝોન 2 એલસીબીએ એવા બે ઠગની ધરપકડ કરી છે, જે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ મેળવવા માટે સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી પેસેન્જર પાસેથી એ.ટી.એમ કાર્ડ અને મોબાઈલ ફોન મેળવી એ.ટી.એમ. કાર્ડમાંથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી આચરતા હતા. મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ ઉર્ફે જયંતી જોખમની ઝોન 2 એલસીબીએ સાબરમતી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી છે.

ગઠિયાઓ ATMમાં જઈ રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે, ત્યારે આ બંને આરોપીઓ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ ઉર્ફે જયંતી જોખમ રેલવે સ્ટેશનની બહાર ઉભા રહેતા અને રાજ્ય બહારના મુસાફરોને ટાર્ગેટ કરી સ્માર્ટકાર્ડ બનાવવાનું કહી ઠગાઈ આચરતા હતા. આરોપીઓ મુસાફરોને રેલવે સ્ટેશન અંદર જવા માટે એક કાર્ડ બનાવવુ જરૂરી હોવાનું કહેતા હતા અને કાર્ડ નહીં હોય તો પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી મુસાફરનું ATM કાર્ડ તેમજ તેનો પીન અને મોબાઈલ ફોન મેળવી કાર્ડ બનાવી આપવાનું કહી એટીએમમાં જઈ રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા.

આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો

આ મામલે ઝોન 2 એલસીબીએ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની સાથે ગુનામાં સામે મુખ્ય એક આરોપી પણ સામેલ છે જે ફરાર છે, તેવામાં આ આરોપીઓએ અમદાવાદ, સુરત અને વાપીમાં આ પ્રકારે ઠગાઈ આચરી હોવાનું તપાસમા ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સોનાની વીંટી, 32,500 રોકડ, 3 મોબાઈલ જપ્ત કરાયા છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.